18 વર્ષીય મોડલે પંખા સાથે લટકીને સુસાઇડ કર્યું

18 વર્ષીય મોડલે પંખા સાથે લટકીને સુસાઇડ કર્યું
18 વર્ષીય મોડલે પંખા સાથે લટકીને સુસાઇડ કર્યું
18 વર્ષીય સ્ટ્રગલિંગ મોડલ તથા મેકઅપ આર્ટિસ્ટ સરસ્વતી દાસે અડધી રાત્રે સુસાઇડ કર્યું હતું. બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક એક્ટ્રેસિસના મોતથી ખળભળાટ મચી ગયો છે. 15 દિવસમાં ત્રણ એક્ટ્રેસિસે આત્મહત્યા કરી હતી. હવે એક મોડલે આત્મહત્યા કરી છે. સરસ્વતીની લાશ ઘરમાં પંખા સાથે લટકતી મળી હતી. સરસ્વતી કોલકાતાના બેદિયાડાંગામાં રહેતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

શનિવાર (28 મે)ની રાત્રે મોડલની લાશ મળી હતી. ઉલ્લેખનીય છે કે બંગાળી એક્ટ્રેસ બિદિશા ડે મજૂમદાર, પલ્લવી ડે તથા મંજૂષા નિયોગીએ પણ ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આ ત્રણેયની આત્મહત્યાની તપાસમાં એ વાત સામે આવી હતી કે તેઓ ડિપ્રેશનમાં હતાં.સરસ્વતી દાસ ઘરમાં નાની સાથે સૂતી હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યો બહાર સૂતા હતા. રાત્રે બે વાગે જ્યારે નાનીની આંખ ખુલી તો તેમણે જોયું કે સરસ્વતી તેમની બાજુમાં નહોતી. તે સરસ્વતીના રૂમમાં ગયા તો તેમણે દૌહિત્રીને પંખા સાથે લટકતી જોઈ હતી.સરસ્વતી છેલ્લાં 17 વર્ષથી માતા આરતી સાથે નાનીના ઘરે રહે છે. પરિવારમાં મામા-મામી છે. સરસ્વતીના પિતાએ તેમને તરછોડી દીધા હતા. સરસ્વતીની નાનીએ સૌ પહેલાં દૌહિત્રીને પંખા સાથે લટકતી જોઈ હતી.

Read About Weather here

તેમણે જ સરસ્વતીને નીચે ઉતારી હતી અને તાત્કાલિક CNMC હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ સરસ્વતીનું મોત થઈ ગયું હતું. સરસ્વતીએ 10 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને પછી તેણે ભણવાનું છોડી દીધું હતું. તે પરિવારના ગુજરાન માટે બાળકોને ટ્યૂશન આપતી હતી. આટલું જ નહીં તે મોડલિંગ કરતી હતી. મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરતી હતી. તેણે ઘણાં વીડિયો શૂટ કર્યા છે.પોલીસના જણાવ્યા પ્રમાણે, સરસ્વતી દાસને અફેર હતું અને તેને કારણે તે ડિપ્રેશનમાં રહેતી હતી.પોલીસે વધુમાં કહ્યું હતું કે કોલ રેકોર્ડ્સ પરથી ખ્યાલ આવ્યો કે સરસ્વતી રાતના એક વાગ્યા સુધી પ્રેમી સાથે વાત કરતી હતી. પોલીસની તપાસમાં એ વાત સામે આવી કે ફોનમાં પ્રેમી સાથે રવિવાર (29 મે)ના રોજ ક્યાંક મળવા અંગે વાત થઈ હતી અને તેમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ જ કારણે તેણે આત્મહત્યા કરી હોવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here