૧૦ અબજ ડોલરના ખર્ચે તૈયાર થયેલા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આપણી મિલ્કી વે(આકાશગંગા)માં હજારો પ્રકાશ વર્ષ દૂરના અંતરે ગોળ ગોળ ઘુમતા ડબલ્યુએએસપી-૯૬-બી સંજ્ઞાા ધરાવતા ગ્રહ પર પાણીની વરાળ , વાદળો અને ધુમ્મસ વગેરે જેવાં વિશિષ્ટ ચિહ્ન હોવાનું નવતર સંશોધન કર્યું છે. અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)નું અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અનંત બ્રહ્માંડનાં રહસ્યો અને આશ્ચર્યો ઉકેલતું જાય છે.
Visit Saurashtra Kranti Homepage here
અંતરીક્ષમાં કોઇ ગ્રહ પર પાણીની વરાળ હોવાનો કદાચ આ પહેલો પુરાવો હોઇ શકે છે. આ વિશિષ્ટ ગ્રહની શોધ ૨૦૧૩માં થઇ છે.નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓના કહેવા મુજબ અફાટ અંતરીક્ષમાં હજી સુધી આપણી પૃથ્વી પર ખળખળ વહે છે તેવું પાણી નથી શોધાયું.
Read About Weather here
આમ છતાં આ નવા ગ્રહ પર જળની વરાળ હોવાનો મહત્વનો સંકેત મળ્યો હોવાથી નાસાના વિજ્ઞાાનીઓ બહુ ખુશ છે. અત્યાર સુધીમાં શોધાયેલા ૫,૦૦૦ જેટલા એક્ઝોપ્લેનેટ્સ પર જળ, જળના અંશ કે પાણીની વરાળ હોવાનો સંકેત નથી મળ્યો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here