104 વર્ષથી એક જ ઘરમાં રહે છે આ દાદીમાં

104 વર્ષથી એક જ ઘરમાં રહે છે આ દાદીમાં
104 વર્ષથી એક જ ઘરમાં રહે છે આ દાદીમાં
પરિવારનાં પાંચ બાળકોમાં સૌથી નાની એલ્‍સીનો જન્‍મ પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્‍યાન ૨૮ જૂન, ૧૯૧૮ના આ બે બેડરૂમવાળા ટેરેસ ફલેટમાં થયો હતો જે એ સમયે ૨૫૦ પાઉન્‍ડ (લગભગ ૨૩,૭૩૩ રૂપિયા) ખરીદવામાં આવ્‍યો હતો. બે બાળકો, છ પૌત્રો અને ૨૯ પ્રપૌત્રો ધરાવતી દાદી એલ્‍સી ઓલકોક છેલ્લાં ૧૦૪ વર્ષથી એક જ ઘરમાં રહે છે.  તેમના જીવનકાળ દરમ્‍યાન તેમણે બે વિશ્વયુદ્ધ,ચાર રાજાઓ અને રાણીઓ તેમ જ ૨૫ વડાપ્રધાનનાં શાસન જોયાં છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે જણાવ્‍યા અનુસાર આ ઘર તેમને એટલી હદે પોતાનું લાગે છે કે તે અંધારામાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે.એલ્‍સી ૧૪ વર્ષની હતી જયારે તેની માતાનું ન્‍યુમોનિયામાં મૃત્‍યુ થયું હતું. એલ્‍સીનું માનવું છે કે તે ક્‍યારેય કોઈ બીજા ઘરમાં આટલી સુખી ન થઈ હોત. તેના પુત્ર રેનો જન્‍મ પણ આ જ ઘરમાં થયો હતો. રેની પત્‍ની અને એલ્‍સીની પુત્રવધૂ જણાવે છે કે તેમણે (એલ્‍સીએ) ક્‍યારેય ઘર છોડ્‍યું નહોતું.

Read About Weather here

આ ઘર સાથે તેમની ઘણી યાદો જોડાયેલી છે. આ ઘર સંપૂર્ણ પરિવારનું કેન્‍દ્રબિંદુ છે.ત્‍યાર બાદ બીજા વિશ્વયુદ્ધ વખતે ૧૯૪૧માં તેમનાં બિલ સાથે લગ્ન થયાં.માતાના મૃત્‍યુ બાદ પિતાની સંભાળ માટે તેમની સાથે રહેલાં એલ્‍સી પતિ સાથે લગ્ન કર્યા બાદ પણ પિતાના ઘરે જ રોકાયાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here