1 દિવસમાં 2,71,577 લાખ કરોડ રૂપિયા કમાયા…!

1 દિવસમાં 2,71,577 લાખ કરોડ રૂપિયા કમાયા...!
1 દિવસમાં 2,71,577 લાખ કરોડ રૂપિયા કમાયા...!
ટેસ્‍લાના સીઈઓ એલન મસ્‍કની વ્‍યકિતગત સંપત્તિમાં પણ ૩૬.૨ (૨.૭૧ લાખ કરોડ) અબજ ડોલરનો વધારો થયો છે. જે કોઈ શ્રીમંતની મૂડીમાં એક દિવસમાં આવેલો અત્‍યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્રે નોંધનીય છે કે હર્ટસ ગ્‍લોબલ હોલ્‍ડીંગ્‍સ દ્વારા ૧ લાખ ટેસ્‍લા કારનો ઓર્ડર આપવામાં આવતા તેમની મિલ્‍કત રોકેટગતિએ વધી ગઈ છે. ટેસ્‍લાનો શેર પણ ૧૪.૯ ટકા જેટલો ઉછળીને ૧૦૪૫.૦૨ ડોલર પહોંચી ગયો છે.

વિશ્વના સૌથી શ્રીમંત વ્‍યકિત એલન મસ્‍કની સંપત્તિ દિવસેને દિવસે રોકેટગતિએ વધતી જાય છે. તેમણે એક ઈતિહાસ રચ્‍યો છે અને તેમણે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૨,૭૧,૫૭૭ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

તેમની કુલ સંપત્તિ વધીને ૨૮૯ બિલીયન ડોલર પહોંચી ગઈ છે.આ સાથે તેમની કંપની વિશ્વની સૌથી મૂલ્‍યવાન ઓટો કંપની બની છે.

ઈલેક્‍ટ્રીક કાર બનાવતી ટેસ્‍લા કંપનીની માર્કેટ કેપ ૧ લાખ કરોડ એટલે કે ૧ ટ્રીલીયન ડોલરને પાર કરી ગઈ છે. આ ઉપલબ્‍ધી મેળવનાર ટેસ્‍લા અમેરિકાની છઠ્ઠી કંપની બની છે.

ટેસ્‍લાના શેરમાં ઉછાળો આવતા એલન મસ્‍કની સંપત્તિ ૩૬.૨ બિલીયન ડોલર વધી ગઈ છે. જો કે ટેસ્‍લાની માર્કેટ કેપ સૌથી મૂલ્‍યવાન કંપની એપલથી અડધાથી પણ ઓછી છે. એપલની માર્કેટ કેપ ૨.૫ લાખ કરોડ ડોલર છે.

આ સાથે મસ્‍ક શ્રીમંતોની રેસમાં એમેઝોનના બેજોસથી ઘણા આગળ નીકળી ગયા છે. આ વર્ષે અનેક વખત મસ્‍ક અને બેજોસ નંબર વન શ્રીમંતની રેસમાં એકબીજાને પછાડી ચૂકયા છે પરંતુ હવે મસ્‍ક ઘણા આગળ નીકળી ગયા છે

અને તેમની મિલ્‍કત ૨૮૯ અબજ ડોલર પહોંચી ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થ ૧૧૯ અબજ ડોલર વધી છે. બીજી તરફ બેજોસની નેટવર્થ ૧૯૩ અબજ ડોલર છે. આ રીતે મસ્‍ક બેજોસથી ૯૬ અબજ ડોલર આગળ છે. આ કંપની ૧૦૦ બીલીયન ડોલરની છે.

ટેસ્‍લાના સીઈઓ એવા એલન મસ્‍કે આજે એક ઈતિહાસ રચ્‍યો છે અને તેઓએ એક જ દિવસમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ તોડયો છે.અનુમાન મુજબ મસ્‍ક પાસે ટેસ્‍લાના ૨૦ ટકાથી વધુ શેર છે.

Read About Weather here

આ ઉપરાંત મસ્‍ક રોકેટ બનાવતી સ્‍પેસ એકસમા પણ મુખ્‍ય શેર હોલ્‍ડર અને સીઈઓ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here