હેડક્લાર્કનું પેપર લીક થયાનો આક્ષેપ…!

હેડક્લાર્કનું પેપર લીક થયાનો આક્ષેપ…!
હેડક્લાર્કનું પેપર લીક થયાનો આક્ષેપ…!
રવિવારે 186 જગ્યા માટે યોજાયેલ હેડક્લાર્કની પરીક્ષામાં 2 લાખથી વધુ લોકોએ અરજી કર્યા બાદ દોઢ લાખથી વધુ યુવાનોએ પરીક્ષા આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેખિત પરીક્ષાઓમાં અવારનવાર પેપર લીક થવાની ફરિયાદો ઉભી થતી રહી છે. ત્યારે ફરી એકવાર યુવરાજસિંહ જાડેજા નામના શખ્સે રવિવારે લેવાયેલ હેડક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું

હોવા અંગે રવિવારે જ સચિવને જાણ કરી હોવાના દાવા સાથે સોમવારે પ્રાંતિજના ઊંછા સ્થિત ફાર્મહાઉસથી 72 વ્યક્તિઓ સુધી પેપરલીકની જાહેરાત કરતાં ખળભળાટ મચી ગયો હતો અને પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી.

રવિવારે યોજાયેલ હેડક્લાર્કની લેખિત પરીક્ષાનું પેપર લીક થયાનો યુવરાજસિંહ જાડેજા નામના શખ્સે હાર્ડ કોપી પુરાવા રજૂ કરી દાવો કરતાં ફરી એકવાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિવાદમાં ઘેરાયું છે.  

કૌભાંડી અને તક સાધુ લોકોએ આર્થિક સ્વાર્થ સાધવા પેપર એક દિવસ અગાઉ જ યેનકેન રીતે લીક કર્યું હતું. તેમણે સીધો આક્ષેપ કર્યો હતો કે પ્રાંતિજના ઊંછા સ્થિત ફાર્મ હાઉસમાં 16 વિદ્યાર્થીઓ હાજર હતા. તેમને પેપર આપ્યુ હતું અને બે જણાંએ 200 પ્રશ્નો ચોપડીમાંથી સોલ્વ કરાવ્યા હતા.

પરીક્ષાનું પેપર સાબરકાંઠા જિલ્લામાંથી સુરેન્દ્રનગરમાં 01 વડોદરામાં 02 ભાવનગરમાં 03 હિંમતનગર પ્રાંતિજ કાણિયોલમાં 3-3 જણાં સુધી પહોંચ્યું હતુ અને પરીક્ષાના દિવસે 10:32 અને 10:36 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ 72 જણા સુધી પહોંચી ગયું હતું.

તદુપરાંત કોબા ખાતે આવેલ મધુરી મનસુખ વસા સંસ્થાના એક વિદ્યાર્થીને પરીક્ષા પછી સ્કૂલની બહાર એક ચબરખી મળી આવી હતી. જેમાં જવાબ લખેલા હતા.સમગ્ર કૌભાંડમાં રૂ. 6 લાખથી 12 લાખ સુધી ઉઘરાણું કરાયાનો અને ગૌણ સેવા પરીક્ષાના દિવસે સચિવને પણ ટેલીફોનિક જાણ કર્યાનો દાવો કર્યો હતો.

તેમણે આક્રોશ સાથે જણાવ્યું કે સબ ઓડીટર અને સ્ટાફ નર્સમાં પણ આ લીંકથી પેપર ફૂટ્યુ હતું. લાખ્ખો મેહનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. આક્ષેપકર્તાએ જે કોઇ પણ પૂરાવા રજૂ કર્યા છે.

તેનું ગૌણસેવા પસંદગી મંડળનો સંપર્ક કરી સત્યાપન કરવામાં આવશે. આક્ષેપિત ફાર્મ હાઉસમાં લોકો એકઠા થયા હતા કે નહી તેની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ થી તપાસ કરી તથ્ય જણાશે તો કડક કાર્યવાહી કરાશે. – નિરજ બડગુજર, એસ.પી. સા.કાંસાબરકાંઠા જિલ્લામાંથી પેપર

Read About Weather here

લીક થવાની વાત જાહેર થતાંની સાથે જ પોલીસ હરકતમાં આવી ગઇ હતી હિંમતનગર તાલુકામાં દોડધામ થયા બાદ ખબર પડી હતી કે પ્રાંતિજ તાલુકાના ઊંછા સ્થિત કોઇ ફાર્મ હાઉસનો આક્ષેપ થઇ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here