હીરોઈનનો ઘટસ્ફોટ

હીરોઈનનો ઘટસ્ફોટ
હીરોઈનનો ઘટસ્ફોટ

એક્ટ્રેસે કહ્યું હતું કે ડેબ્યૂ ફિલ્મ ‘દસ્તક’ના શૂટિંગ દરમિયાન તેની પર મહેશ ભટ્ટ ગુસ્સે થયા હતા અને તે સેટ છોડીને જતી રહી હતી. બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને હાલમાં જ ટ્વિંકલ ખન્નાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં સુષ્મિતાએ પોતાની પર્સનલ તથા પ્રોફેશનલ લાઇફ અંગે વાત કરી હતી. 46 વર્ષીય સુષ્મિતાએ ટ્વિંકલ ખન્ના સાથે વાતચીતમાં કહ્યું હતું કે મિસ યુનિવર્સ બન્યા બાદ મહેશ ભટ્ટે તેને ફોન કરીને કહ્યું હતું કે તેણે એક ફિલ્મમાં સુષ્મિતા સેનનો રોલ પ્લે કરવાનો છે. મહેશ ભટ્ટની આ ઑફર પર એક્ટ્રેસને સહેજ પણ વિશ્વાસ થયો નહોતો. તેણે એમ કહ્યું હતું કે તેને એક્ટિંગનો અનુભવ નથી અને તે એક્ટર બનવા પણ માગતી નથી.

હીરોઈનનો ઘટસ્ફોટ હીરોઈન

Visit Saurashtra Kranti Homepage here

આ વાત સાંભળીને મહેશ ભટ્ટે એમ કહ્યું હતું કે તેને કોણે કહ્યું કે તે સારી એક્ટર છે, પરંતુ તે સારા ડિરેક્ટર છે.સુષ્મિતાએ કહ્યું હતું, ‘હું ફિલ્મનો મુહૂર્ત શોટ કરતી હતી. આ શોટમાં મારે ગુસ્સામાં ઇયરરિંગ્સ કાનમાંથી કાઢીને કોઈકની પર ફેંકવાના હતાં. હું ખરાબ રીતે આ સીન કરતી હતી. મહેશ ભટ્ટ સારા ડિરેક્ટર છે. સેટ પર 40 મીડિયા પર્સન, 20 પ્રોડક્શન આસિસ્ટન્ટ તથા અન્ય લોકોની સામે તેઓ મારી પર ગુસ્સે થયા હતા.’સુષ્મિતાએ કહ્યું હતું કે તેની એક્ટિંગ જોઈને મહેશ ભટ્ટ ગુસ્સે થઈ ગયા હતા. મહેશ ભટ્ટે બધાની વચ્ચે તેને કહ્યું હતું, ‘શું લઈને આવ્યા છો? કેમેરાની સામે આ રીતે મિસ યુનિવર્સનો રોલ કરે છે, આ તો પોતાનો જીવ બચાવવા માટે પણ એક્ટિંગ કરી શકતી નથી.’ સુષ્મિતા વાત સાંભળીને રડવા લાગી હતી. તે સેટ પર છોડીને જવા લાગી હતી. સુષ્મિતાને જતી જોઈને મહેશ ભટ્ટે એક્ટ્રેસનો હાથ પકડીને રોકી હતી, તો સુષ્મિતા ફરી ગુસ્સે થઈ હતી.

હીરોઈનનો ઘટસ્ફોટ હીરોઈન

ત્યારબાદ મહેશ ભટ્ટે કહ્યું હતું, ‘આ ગુસ્સો છે, પાછી ફર અને કેમેરામાં બતાવ.’સુષ્મિતા સેટ પર ફરી અને તે સીનનું શૂટિંગ કર્યું હતું. આ વખતે તેણે સીનમાં એ હદે ગુસ્સો બતાવ્યો કે તેની કાનની બુટ કપાઈ ગઈ હતી.સુષ્મિતાની વાત સાંભળીને ટ્વિંકલ ખન્નાએ કહ્યું હતું કે 90ના દાયકામાં મોટાભાગના ડિરેક્ટર્સ સેટ પર ગુસ્સે થતાં હતાં. નવાઈની વાત એ છે કે તે માત્ર એક્ટ્રેસિસ પર ગુસ્સે થતાં હતાં. એક્ટર પર ક્યારેય ગુસ્સો કરતાં નહોતાં.સુષ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સ બની હતી. 1996માં તેણે ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે વિવિધ ફિલ્મમાં જોવા મળી હતી.

Read About Weather here

સુષ્મિતા છેલ્લે 2015માં બંગાળી ફિલ્મ ‘નિર્બાક’માં જોવા મળી હતી. 2020માં સુષ્મિતાએ ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું અને તેણે વેબ સિરીઝ ‘આર્યા’માં કામ કર્યું હતું. સુષ્મિતાએ કહ્યું હતું તે તેના જીવનમાં ઘણાં જ સારા લોકોને મળી છે, પરંતુ લગ્ન ના કરવાનું કારણ માત્ર એટલું જ હતું કે તેઓ ઘણાં જ નિરાશાજનક હતા. તેની બે દીકરીઓ ક્યારેય લગ્નની વચ્ચે આવી નથી. તેના જીવનમાં જે પણ લોકો આવ્યા, તેમણે તેની દીકરીઓને ખુલ્લા દિલથી અપનાવી છે.2021માં ‘આર્યા’ની સેકન્ડ સિઝન આવી હતી.સુષ્મિતાએ હજી સુધી લગ્ન કર્યા નથી. તેણે બે દીકરીઓ રેને તથા અલીસાને દત્તક લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here