સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનું મોજું: નલિયામાં 1.4 ડિગ્રી

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનું મોજું: નલિયામાં 1.4 ડિગ્રી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનું મોજું: નલિયામાં 1.4 ડિગ્રી

જામનગરમાં 7.5 અને રાજકોટમાં 7.3 ડિગ્રી, ગીરનાર પર 1.3 ડિગ્રી, ભવનાથ તળેટીમાં 4.3 અને જૂનાગઢમાં 6.3 ડિગ્રી તાપમાન

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઉત્તરાયણના દિવસથી થથરાવી નાખતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તેના પગલે જનજીવન ખુબ જ પ્રભાવિત થવા પામ્યું છે. કચ્છની જેમ છેલ્લા બે દિવસથી રાજકોટ અને જામનગરમાં મૌસમની સૌથી વધુ નલિયામાં ઠંડીએ પાછલા 10 વર્ષનો રેકર્ડ તોડી નાખ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

નલિયામાં આજે 1.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. એ જ રીતે રાજકોટમાં 7.3 ડિગ્રી અને જામનગરમાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાતા દિવસભર લોકો ઠંડીથી બચવા ઘરોમાં પુરાયેલા રહ્યા હતા. ત્રણેય નગરોમાં આજનો દિવસ સિઝનનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો હતો. પરિણામે જનજીવન ઠપ્પ થઇ ગયું હતું. આજ પ્રકારે ગુજરાત આખામાં ઠંડીનો પારો ગગડીને ત્રીજીવખત 10 ડિગ્રી થઇ જતા લોકો થથરી ઉઠ્યા છે અને ઠંડીએ બોકાસો બોલાવી દીધો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જવાને કારણે હિમાલય તરફથી આવતા સીધા પવનને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાત બરફ બની ગયા છે અને કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. આવતા ગુરૂવારથી ઠંડીનો પારો બે આંકડે પહોંચે અને થોડી રાહત થાય તેવી સંભાવના છે. રાજકોટ શહેરમાં શનિ અને રવિ સતત બે દિવસ સુધી ઠંડો પવન ફૂંકાતો રહ્યો હતો. પવનની ઝડપ પ્રતિકિમી 7 થી માંડીને 15 કિમી રહી હતી. એટલે લોકો દિવસના ભાગે પણ ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા.જાહેર માર્ગો પર અવર-જવર ઘણી ઓછી જોવા મળી હતી.

ઠંડીના મોજાથી અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો છે. કંડલામાં 6.6, કેશોદમાં 6.9, ભુજમાં 7.6, ડીસામાં 8.2, ગાંધીનગરમાં 8.3, સુરેન્દ્રનગરમાં 9, વિદ્યાનગરમાં 9.3 અને અમદાવાદમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. એ જ પ્રકારે પાટણ, મહેસાણા, હિંમતનગર, મોડાસા સહિતના શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઓછા તાપમાન ઉપરાંત ઠંડા પવનોએ જનજીવન ઠપ્પ કરી નાખ્યું છે. ઠંડીને કારણે એસ.ટી બસોમાં પણ ઓછા મુસાફરો જોવા મળી રહ્યા છે.

Read About Weather here

હવામાન ખાતાએ જણાવ્યા મુજબ બુધવાર સુધી કોલ્ડવેવ ચાલુ રહેવાની શક્યતા છે. અત્યારે તો ઠાર અને ઠંડા પવનથી લોકો ધ્રુજી ઉઠ્યા છે. ગુરૂવારથી થોડી રાહત થવાની આગાહી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here