સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પાણીની ગંભીર ખેંચના એંધાણ

સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પાણીની ગંભીર ખેંચના એંધાણ
સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પાણીની ગંભીર ખેંચના એંધાણ

સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતના ડેમોમાં ઘટતા નીર: હજુ રાજયમાં ચોમાસાની સીસ્ટમ બંધાતી નથી, 18 ઓગસ્ટ પછી શકયતા

સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં જો હજુ સમયસર વરસાદ નહીં આવે તો ઉનાળા દરમ્યાન પીવાના પાણીની ગંભીર તંગી ઉભી થવાની શકયતા દેખાઇ રહી છે. પીવાના પાણીની ખેંચ ઉપરાંત સીચાઇના પાણી માટે પણ વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ દેખાઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં અત્યારે ચોમાસાની કોઇ સીસ્ટમ સક્રિય નથી તેવો હમાનખાતાનો ચિંતા જનક અહેવાલ જણાવે છે. જે સિસ્ટમ સક્રિય થઇ હતી એ રાજસ્થાન તરફ પલ્ટાઇ ગઇ છે અને ત્યાં નદીઓ બેકાબુ થઇ ગઇ છે અને બેફામ પુર આવ્યું છે પણ આપણુ રાજય કોળુ ઢાકોર રહયું છે.

પ્રાપ્ત થતા સત્તાવાર અહેવાલો મુજબ સૌરાષ્ટ્રના 30 જેટલા ડેમોમાં પણ 20 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે. માત્ર 11 ડેમોમાં 70 ટકાથી વધુ જળ રાસીઓ હોવાનું જાહેર થયું છે. જો આવીને આવી પરિસ્થિતિ રહી અને મેઘરાજા આગામી દિવસોમાં કૃપા નહીં કરે તો ઉનાળામાં પીવાના પાણી માટે દેકારો બોલી જવાનો ભય છે.

એટલુ જ નહીં ઉનાળુ પાક માટે સિચાઇનું પાણી આપવાની સમસ્યા પણ ઉભી થશે તેમ માનવામાં આવે છે. ખુદ સરદાર સરોવર ડેમની સપાટી પણ સતત ઘટી રહી છે.

સૌરાષ્ટ્રના 141 ડેમોમાં સરેરાશ 40 ટકાથી ઓછું પાણી છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 24.43 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. એ જ રીતે મધ્ય ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિ છે 17 ડેમોમાં 29.11 ટકા જેટલો જ જથ્થો બચ્યો છે. દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ કંઇક અંશે સારી છે.

ત્યાં 13 ડેમોમાં હજુ 58 ટકા પાણી સંગ્રહાયેલુ છે. ગુજરાતના સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં પણ પાણીનો જથ્થો ઝડપ ભેર ઘટી રહયો છે. છેલ્લા અહેવાલ મુજબ સરદાર સરોવર ડેમની અત્યારે સપાટી 46.17 ટકા જેટલી છે.

Read About Weather here

સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં આવી ચોમાસાની કોઇ સિસ્ટમ સક્રિય નથી હવામાન ખાતાના જણાવ્યા મુજબ 15મી ઓગસ્ટ સુધી વરસાદ થવાની શકયતા નથી કેમ કે, ગુજરાતની સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઇ ગઇ છે. 18 ઓગસ્ટ પછી નવી સિસ્ટમ ઉભી થવાની શકયતા છે. એટલે 18 પછી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here