સોફ્ટવેર ખામી સર્જાતાં વિદેશથી આવતા રફ ડાયમંડ અટવાયા

સોફ્ટવેર ખામી સર્જાતાં વિદેશથી આવતા રફ ડાયમંડ અટવાયા
સોફ્ટવેર ખામી સર્જાતાં વિદેશથી આવતા રફ ડાયમંડ અટવાયા
આઈસગેટ સોફ્ટવેરમાં ખામી સર્જાતાં સુરત-મુંબઈના હીરા વેપારીઓના 1500 કરોડથી વધુના રફના 500 પાર્સલ કસ્ટમ ક્લિયરન્સ થયા નથી. શહેરના વેપારીઓ દુબઈ, હોંગકોંગ, રશિયા, બોત્સવાના સહિતના દેશોમાંથી રફ આયાત કરે છે. પેમેન્ટ સિસ્ટમ પારદર્શક રાખવા આઈસગેટ સિસ્ટમ બનાવાઈ છે, જેમાં બિલની એન્ટ્રી થતી ન હોવાથી ડ્યૂટી કે જીએસટી ભરી શકાતા ન હોવાથી માલ છોડાવી શકાતો નથી.

Visit Saurashtra Kranti Homepage here

હાલ આઈસગેટ સોફ્ટવેર અપડેટ થઈ રહ્યું હોવાથી અમુક બેન્કોમાં જ એન્ટ્રી દેખાઈ રહી છે. સુરત-મુંબઈના 1500 કરોડથી વધુના રફ હીરાના 500 પાર્સલો શનિવારથી અટવાઈ રહ્યા છે. ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે, ‘અનેક વેપારીઓના પાર્સલ અટવાતા કામ પર મોટી અસર પડી છે. અમે આ બાબતે ઉપલા સ્તરે રજૂઆત પણ કરી છે.’

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here