સોનું રૂ.70,000ને પાર

સોનું રૂ.70,000ને પાર
સોનું રૂ.70,000ને પાર

એક જ દિવસમાં દસ ગ્રામે રૂ.1400નો ઉછાળો: રેકોર્ડબ્રેક તેજી

શેરબજારની જેમ સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં પણ જબરદસ્ત તેજીનો દોર રહ્યો છે. રાજકોટમાં સોનાનો  ભાવ 70,000ને વટાવી ગયો હતો. વર્લ્ડ માર્કેટમાં 2200 ડોલરને પાર કરીને નવી ઉંચાઇએ પહોંચ્યો હતો.

અમેરિકામાં ફેડરલ રિઝર્વ જુનમાં વ્યાજદર ઘટડાનો દોર શરૂ કરશે તેવી અટકળો વચ્ચે સોનાના ભાવ સળગી ઉઠયા હતા અને એક જ દિવસમાં ભાવમાં દસ ગ્રામે રૂા. 1400નો ઉછાળો નોંધાયો હતો. રાજકોટમાં હાજર સોનુ ઉંચામાં 70450 થઇને 70400 સાંપડયું હતું. વિશ્ર્વબજારમાં 2225 ડોલર થઇને 2219 ડોલર થયું હતું.

સોનાની જેમ ચાંદીમાં પણ રૂા. 1000નો ઉછાળો હતો અને ભાવ 76675 પર પહોંચ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં  સોનુ 24.82 ડોલર સાંપડયું હતું. સોના-ચાંદીમાં જબરદસ્ત તેજીથી ઝવેરીઓ પણ સ્તબ્ધ બન્યા છે. વર્લ્ડ લેવલે સેન્ટ્રલ બેંકોની ધૂમ ખરીદી છે. ઉંચી કિંમતોને કારણે હવે લોકલમાં રીટેઇલ ખરીદી અટકવાની ચિંતા છે.

વસંતપંચમી જેવા પવિત્ર દિવસોમાં સોનાની મોટી ખરીદી થતી હોય છે તેમાં મોટો ફટકો પડવાની આશંકા રહે છે. હવે આવતા સપ્તાહમાં સોના-ચાંદીમાં ભાવનો ટ્રેન્ડ  કેવો રહે છે તેના પર મીટ છે. જાણકારો આવતા મહિનાઓમાં ભાવ 75,000 કે 80,000 સુધી થવાના સૂર દર્શાવી રહ્યા છે.