સિઝન મરચાંના ભાવમાં વધારો..!

સિઝન મરચાંના ભાવમાં વધારો..!
સિઝન મરચાંના ભાવમાં વધારો..!
મસાલા અને અથાણાં તૈયાર કરવાની સિઝનની તૈયારી શરૂ થઇ છે. બારે માસ વપરાતું મરચું અને અન્ય મસાલા ભરવાની સિઝન શરૂ થતાં જ મસાલા બજારમાં આવેલાં લાલ મરચાંના ભાવમાં  તેજી જોવા મળી રહી છે. તેની કિંમતમાં પણ  રૂા.૧૦૦થી ૩૦૦નો વધારો થયો છે અને ભાવ હજી વધે એવી શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

ફેબ્રુઆરીમાં જ નવાં લાલ મરચાંની માર્કેટમાં આવક શરૂ થઇ જાય છે, પરંતુ આ વખતે મરચાંના પાકને કમોસમી વરસાદનો ભારે ફટકો પડ્યો છે એટલે ઉત્પાદન ઘટવાથી ભાવ પણ વધવા માંડયા છે. આ વર્ષે ઉનાળામાં ઉત્પાદિત થતાં લાલ મરચાંનું ઉત્પાદન ઘટ્યાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પરંતુ એક કિલોના ભાવમાં રૂ.૧૦૦થી વધુનો ભાવ વધારો થયો છે. સૌથી વધુ દેશી મરચું, કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટો તેમજ ડબલ પટ્ટો ગુજરાતમાં વધુ વેચાય છે આ વર્ષે ૨૦ કિલો મરચાંના ભાવ ૩,૫૦૦થી ૪,૦૦૦ રૂપિયા સુધી છે.

Read About Weather here

લાલ મરચાંના ભાવમાં વધારો થયો તેનાં મુખ્ય કારણો મરચાંના છોડમાં રોગચાળો, માવઠું અને અનિયમિત વરસાદ, મરચાંના પાકને અસર થતાં ઉત્પાદનમાં ઘટાડો, મજૂરી કામના વેતનમાં વધારો ઉપરાંત વિદેશમાં માગમાં વધારો જેવાં પરિબળો જવાબદાર હોવાનું મનાય છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here