સરગમ ક્લબ સંચાલિત શાળામાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

સરગમ ક્લબ સંચાલિત શાળામાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી
સરગમ ક્લબ સંચાલિત શાળામાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈના હસ્તે ધ્વજવંદન

રૈયા રોડ ઉપર બ્રહ્મ સમાજ ચોકમાં આવેલી સરગમ ક્લબ સંચાલિત સ્કૂલ અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલમાં આઝાદીનાં 75માં વર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સરગમ કલબના કમીટી મેમ્બર ભરતભાઈ સોલંકી તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા

તો વિદ્યાર્થીઓએ ગુજરાતી હિન્દી અને ઇંગલિશ ભાષામાં સ્પીચ આપીને સૌને દંગ કરી દીધા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સ્કૂલના પ્રિન્સિપાલ છાયાબેન દવે વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Read About Weather here

આ કાર્યક્રમમાં સ્કૂલના સંસ્કૃત વિષયના શિક્ષિકા આશાબા જાડેજાએ પણ વક્તવ્ય આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિશાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. (6.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here