સત્યનો જય જયકાર, ગુજરાતમાં વિજયા દશમી પર્વની ભવ્ય ઉજવણી

સત્યનો જય જયકાર, ગુજરાતમાં વિજયા દશમી પર્વની ભવ્ય ઉજવણી
સત્યનો જય જયકાર, ગુજરાતમાં વિજયા દશમી પર્વની ભવ્ય ઉજવણી

ઠેરઠેર શસ્ત્ર પૂજન, પરંપરા મુજબ જલેબી-ફાફડાની જયાફત ઉડાવતા ગુજરાતીઓ: પણ ઉંચા ભાવને કારણે જલેબી બની ફિક્કી અને ફાફડા બન્યા ખારા, છતાં લોકોની લાંબી કતારો: રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસ હેડકવાર્ટરમાં ખાસ શસ્ત્ર પૂજન કાર્યક્રમ: ક્ષત્રીય સમાજ દ્વારા ઠેરઠેર શસ્ત્ર પૂજન કરાયું, અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ આસ્થાભેર મનાવાયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજયનું પર્વ વિજયા દશમીની રંગેચંગે ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. દશેરાના આજના પવીત્ર પર્વના દિને ઠેરઠેર શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ સહિત અનેક શહેરોમાં અનિષ્ઠના પ્રતિક રાવણના પુતળાનું દહન કરવાના કાર્યક્રમો યોજાયો હતો. પરંપરા મુજબ સુરત, રાજકોટ, અમદાવાદ જેવા મહાનગરોમાં લોકોએ ફાફડા ગાંઠીયા અને જલેબીની જયાફત માણી હતી.

આધ્યશકિતના 9 દિવસની આરાધનાનું પર્વ પુરૂ થયા બાદ દશેરા નિમિત્તે આજે સવારથી લોકો મંદિરો અને અન્ય ધર્મ સ્થાનો પર ઉમટી પડયા હતો. ઠેરઠેર નેવેધના કાર્યક્રમો પણ યોજાયા હતા. સવારથી ફરસાણની દુકાનો પર લાંબી લાંબી કતારો જામી ગઇ હતી.

ખુબ જ ઉચ્ચા ભાવ હોવા છતાં લોકોએ દશેરાની પરંપરા અનુસરીને જલેબી અને ફાફડાની મજા માણી હતી. સુરતમાં અને અમદાવાદમાં તો જલેબી અને ફાફડાના ભાવમાં વધારો સાંભળીને લોકો માટે જલેબીની મીઠાસ કડવી બની ગઇ હતી અને ફાફડાથી મોઢું ખારૂ થઇ ગયું હતું.

સુરતમાં જલેબીનો ભાવ આસમાને પહોંચી ગયો હતો. તેલમાં બનેલી જલેબીનો ભાવ પ્રતિ કિલો રૂ.250 થી 300 સંભળાતો હતો જયારે ઘીમાં બનેલી જલેબીનો ભાવ તો રૂ.400 થી 600ની વચ્ચે થઇ ગયો હતો.

છતાં લોકોએ ફાફડા અને જલેબીની મોજ માણી હતી અને ભાવ વધારો ગણકાર્યો ન હતો. અમદાવાદમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા ઠેરઠેર દરોડા પાડીને ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ફાફડા અને જલેબીના પાંચ ડઝન જેટલા નમુના લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જલેબી સહિત 332 કિલો જેટલા ખાદ્ય પદાર્થોનો ચેકિંગ બાદ નાશ કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં શાહીબાગ પોલીસ હેડ કવાર્ટરમાં વિજયા દશમી નિમિત્તે ખાસ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા. રાજકોટ ખાતે પણ પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ કમિશનર અને સ્ટાફ દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ સહિત ઠેરઠેર ક્ષત્રિય સમાજ દ્વારા પણ સદીઓ જૂની પરંપરા મુજબ આજે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ રીતે અસત્ય પર સત્યનો જય જયકાર કરતા અને અધર્મના અંધકારને ઉલેચી નાખતા વિજયા દશમી પર્વની ઉમંગ, ઉત્સાહ અને આસ્થા

સાથે રાજયભરમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજયમાં ઠેરઠેર અને અનિષ્ઠ અને અધર્મના પ્રતિક રાવણના પુતળાનું દહન કરવાના કાર્યક્રમ યોજાયા હતા. જેમાં જંગી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here