શાળા-કોલેજો સંપૂર્ણ બંધ કરવા આજે નિર્ણય લેવાશે…!

બ્રેકિંગ ન્યુઝ 10 શહેરોમાં લોકડાઉન...!
બ્રેકિંગ ન્યુઝ 10 શહેરોમાં લોકડાઉન...!
કોરોના સંક્રમણ વધતા ચિંતિત રાજ્ય સરકારની કોર કમિટીની આજે સાંજે બેઠક મળી રહી છે અને તેમાં વિવિધ પ્રકારના નિયંત્રણો વિશે નિર્ણય લેવાય તેવી પુરેપુરી શકયતા છે. ગુજરાતમાં મહામારી કોરોનાએ ફરી માથુ ઉંંચકતા અને કેસમાં રોકેટ ગતિએ ઉંછાળો આવતા રાજ્ય સરકાર દ્વારા તેને કાબુમાં લેવા કમર કસવામાં આવી છે

Visit Saurashtra Kranti Homepage here

જેના ભાગરૂપે ગઈકાલે વાયબ્રન્ટ સમિટ, પતંગોત્સવ અને ફલાવર શો કેન્સલ કરાયા બાદ હવે સમગ્ર રાજ્યમાં કોરોનાને કાબુમાં લેવા માટેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ રાજ્યમાં આકરા નિયંત્રણો મુકાશે પરંતુ લોકડાઉંન નહી લદાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.

રાજ્યના ૮ મહાનગરોમાં હાલ અમલી કર્ફયુનો સમયગાળો એક-બે કલાક વધારવામાં આવે તેવી શકયતા છે. હાલ રાત્રીના ૧૧થી સવારના ૫ સુધીનો કર્ફયુ અમલી છે. હવે આ કર્ફયુ રાત્રીના ૯ થી અથવા તો ૧૦થી અમલી બનાવાય તેવી શકયતા છે. એટલુ જ નહી કર્ફયુનો અમલ વિસ્તારીને જિલ્લાઓને પણ તેમા આવી લેવામાં આવે તેવી શકયતા છે.

કોર કમિટીમાં શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય ઓફલાઈન બંધ કરી ઓનલાઈન ચાલુ રાખવાનોે નિર્ણય લેવાય તેવી શકયતા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાનો ભોગ બનતા રાજ્ય સરકાર ચિંતિત છે અને વાલીઓ તથા વિદ્યાર્થીઓના હિતમાં ઘરેથી શિક્ષણનો કોન્સેપ્ટ ફરીથી લાગુ કરવામાં આવે તેવી શકયતા છે.

કોેર કમિટીની મીટીંગમાં ભીડભાડ અટકાવવા વિશે પણ મહત્વના નિર્ણયો લેવાશે. લગ્ન, જાહેર મેળાવડા, ધાર્મિક અને સામાજિક પ્રસંગોમા હાલ ૪૦૦ લોકોની મર્યાદા છેે તેમા ઘટાડો કરવામાં આવે તેવી શકયતા છે. ફરી ૨૦૦ની મર્યાદા લાગુ કરાય તેવી શકયતા છે.

સરકારી કાર્યક્રમો પણ નહી યોજવા નિર્ણય લેવાય તેવી શકયતા છે.સરકારનું માનવુ છે કે અર્થતંત્રની ગાડી માંડ પાટે ચડી હોય લોકડાઉંન નહી ઝીંકાય પરંતુ નિયંત્રણો મુકાશે. સરકાર એવુ ઈચ્છે છે કે વેપાર-ધંધા ચાલુ રહેવા જોઈએ અને સાથે સાથે કોરોનાને કાબુમાં લેવાના પ્રયાસો પણ ચાલુ રહેવા જોઈએ.

Read About Weather here

હાલ વેકસીનેશનનું કામકાજ પૂરજોશમાં ચાલુ છે. જેમા પણ ઝડપ લાવવા અને બાકી રહી ગયેલાઓને ઝડપથી વેકસીન અપાવવા પ્રયાસો હાથ ધરાય તેવી પણ શકયતા છે.રાજ્ય સરકાર માસ્ક પહેરવાની લોકોને ફરી ફરજ પાડે તે પ્રકારે ચેકીંગ ઝુંબેશ પણ શરૂ કરે તેવી શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here