શાળા- કોલેજો, ટ્યુશન ક્લાસની બહાર કામ વિના બેસવાની મનાઈ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

શહેર પોલીસ કમિશનરનું નવું જાહેરનામું, ભંગ કરનારને દંડ: સુરતમાં 11 વર્ષનાં કિશોરની હત્યાથી શહેરભરમાં રોષ

સુરતમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા બાદ એકાએક શહેર પોલીસ લાલઆંખ કરવા માટે સજ્જ બની છે અને રોમિયોગીરી કરતા તત્વોને પાઠ ભણાવવા આયોજન કર્યું છે. સુરત મહાનગરનાં તમામ શાળા- કોલેજ અને ટ્યુશન ક્લાસની બહાર યુવાનો અને પુરૂષોએ કામ વિના બેસવું નહીં એવું નવું જાહેરનામું પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે. નવા જાહેરનામાંનો અમલ 17 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આવા તમામ સ્થળે અકારણ બેસવા પર પોલીસ કમિશનરે પ્રતિબંધ જાહેર કરી દીધો છે. જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Visit Saurashtra Kranti Homepage here

સામાન્ય રીતે દરેક મહાનગરમાં શાળા- કોલેજો અને ટ્યુશન ક્લાસની સામે માર્ગ પર યુવાનોનાં ટોળા ખડકાયેલા જોવા મળતા હોય છે. આવા તમામ રોમિયો તત્વોને કારણે પસાર થતી વિદ્યાર્થીનીઓને ખૂબ હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે.

Read About Weather here

આથી સુરતમાં પોલીસે આ કડક પગલું લીધું છે.દરમ્યાન સુરતમાં હત્યાઓની વણથંભી વણઝાર અટકવાનું નામ લેતી નથી. ગઈકાલે હજુ ગ્રીષ્માની હત્યાની ઘટનાંની શાહી સુકાઈ નથી ત્યાં ગઈકાલે સુરતનાં સચિન વિસ્તારમાં 11 વર્ષનાં વયની કિશોરની હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી પ્રસરી ગઈ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here