શાપરની નામાંકિત પેઢીના નામે વેપારીઓ સાથે રૂ.18.30 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

રૂરલ એલ.સી.બીની ટીમે ગોંડલના મુંગા વાવડી ગામના પટેલ શખ્સને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી : પકડાયેલ માર્કેટિંગ મેનેજર સામે આગાઉ મહારાષ્ટ્રના સીલું પોલીસ સ્ટેસન માં ફરિયાદ નોંધાઈ હતી

ગોંડલ રોડપર આવેલા શાપર-વેરાવળમાં નામાંકિત પેઢીના નામે અન્ય રાજયો માં એગ્રીકલ્ચરના વેપારીયો સાથે રૂ.૧૮.૩૦ લાખની ઠગાઈ કરવાની ફરિયાદના પગલે રૂરલ એલ.સી.બીની ટીમે ગોંડલના મુંગાવાવડી ગામના પટેલ શખ્સને પોલીસે દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ગઈ તા 26/6/21 ના શાપર-વેરાવળ પોલીસ સ્ટેસનમાં પીયુષ રમેશભાઈ ઢોલરીયા (રહે.આસ્થા ગ્રીન સીટી કાંગસયાડી ગામ) એ ફરિયાદ નોંધાવી છે કે

શાપર-વેરાવળ સ્થિત હોટર સોલાર ઈક્વીપમેન્ટ નામની નામાંકિત પેઢીના નામે કોઈ સુરેશ પટેલ તથા અલગ અલગ વ્યક્તિના નામ ધારણ કરી ગુજરાત બહારના રાજ્યોના વેપારીઓનેઆ પેઢીના નામ-સરનામાં રેડમાર્ક લોગો,ઈ-મેંઈલ એડ્રેસ વાળું ખોટું અને બનાવતી તેમજ લોભામણું એસ્ટિમેંટ તેમજ પ્રાઈઝ લીસ્ટ બનાવી તેને વ્હોટશેપ તથા અન્ય રીતે ઇન્ટરનેટના માધ્યમ થી જુદા જુદા વેપારીયોને મોકલાવી ઉપરોક્ત પેઢીના નામ વેપારીઓને વિશ્વાસમાં લઇ બેંક ખાતામાં અથવા આંગડીયા મારફતે રૂ.૧૮.૩૦ લાખની રકમ મંગાવી છેતરપીંડી કાર્યની ફરિયાદના પગલે રૂરલ એલસીબી ના પી.આઈ ગોહિલની સુચનાથી હેડ કોન્ટેબલ મહેશભાઈ, રવીદેવભાઈ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી મોબાઈલ નંબર ના આધારે ગોંડલ તાલુકાના મુન્ગાવાવડી ગામે રહેતો અને માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતો મિલન રાજેશ સખીયા (ઉ.વ.૨૦) નામના પટેલ શખ્સની ધરપકડ કરી હતી.

Read About Weather here

આરોપીની આકરી પુછપરછ કરતા છેલ્લા બે મહિનાથી ઉપરોક્ત શાપરની નામાંકિત પેઢીના નામેં મહારાષ્ટ્રના અલગ અલગ ત્રણ વેપારી તથા આંધ્ર પ્રદેશ એમ.પી કણાટક રાજ્યોમાં અલગ અલગ વેપારીયો સાથે છેતર પીંડી કરી હોવાની કબુલાત આવી છે. પકડાયેલા માર્કેટિંગ મેનેજર સામે અગાવ મહારાષ્ટ્રના સીલું પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here