શહેર ભાજપ યુવા પ્રમુખનું કોકડું ગૂંચવાયું

શહેર ભાજપ યુવા પ્રમુખનું કોકડું ગૂંચવાયું
શહેર ભાજપ યુવા પ્રમુખનું કોકડું ગૂંચવાયું

શહેર ભાજપ યુવા પ્રમુખ પદે પૃથ્વીસિંહ વાળા અને મહામંત્રી પદે હિરેન રાવલની નિમણૂંક કરાઇ હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રાજકીય પક્ષોએ તૈયારીઓ આદરી દીધી છે. યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. એક જ પરિવારમાં એક વ્યક્તિને હોદ્દો અને 35 કે તેથી વધુ ઉમરનાં કાર્યકર્તાને યુવા પ્રમુખ મહામંત્રીની જવાબદારી નહીં સોંપવાના લેવાયા નિર્ણય બાદ રાજકોટ શહેર સહિત અન્ય શહેરોમાં થયેલી નિમણુંક રદ્દ કરવામાં આવી હતી. આજદિન સુધી યુવા ભાજપ પ્રમુખ- મહામંત્રીની નિમણુંક કરવામાં આવી નથી. શહેર ભાજપમાંથી પ્રમુખ અને મહામંત્રીનું સિંગલ નામ પ્રદેશમાં મોકલાવેલ. પ્રદેશમાંથી સિંગલ નામ નહીં 3-3 નામની પેનલ બનાવીને મોકલાવવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. શહેર ભાજપનાં માનીતા ચહેરાઓને સ્થાન આપવા હજી સુધી નિમણુંક નહીં કરાઈ હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ રાજકોટ પધારેલ ત્યારે તેઓએ કહ્યું હતું કે, શહેર ભાજપ યુવા પ્રમુખ મહામંત્રીની નિમણુંક થઇ જશે. એક મહિના જેટલો સમય વીતી ગયેલ છતાં હજી સુધી નિમણુંક થઇ નથી.

જાણવા મળતી વિગત મુજબ શહેર ભાજપ યુવા પ્રમુખ મહામંત્રીની નિમણુંકને લઈને નેતાઓનાં નહીં પાર્ટીનાં વફાદારની નિમણુંક કરવા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. શહેર ભાજપમાં મહત્વનાં સ્થાન પર કોળી સમાજમાંથી નિમણુંક કરવા શહેર ભાજપનાં નેતાઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એવું ચર્ચાઈ રહ્યું છે કે, શહેર ભાજપ યુવા પ્રમુખ પદે કોળી સમાજમાંથી સ્થાન અપાશે કે કેમ? કેટલાક શહેર ભાજપનાં નેતાઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરો કાર્યકર્તાઓની રજૂઆત નહીં સાંભળી પોતાનું ધાર્યું કરતા હોવાની પ્રદેશ પ્રમુખ પાટીલને પત્ર પાઠવી રજૂઆત કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Read About Weather here

શહેર ભાજપ યુવા પ્રમુખ પદે પૃથ્વીસિંહ વાળા અને મહામંત્રી પદે હિરેન રાવલની નિમણૂંક કરાઇ હતી. 35 કે તેથી વધુ વય મર્યાદા નક્કી થતા બન્નેની નિમણૂંક રદ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here