શહેર પોલીસની તીસરી આંખને મોતીયો આવી ગયો: કોંગ્રેસ

શહેર પોલીસની તીસરી આંખને મોતીયો આવી ગયો: કોંગ્રેસ
શહેર પોલીસની તીસરી આંખને મોતીયો આવી ગયો: કોંગ્રેસ

માતેલા સાંઢની જેમ ભારે વાહનો શહેરમાં ઘૂસી પ્રાણઘાતક અકસ્માતો સર્જે છે: ઝાલા, તલાટીયા


પોલીસ કમિશનરના જાહેરનામાનો કડકાઈથી અને ચુસ્ત અમલ કરાવો: લોક સંસદ વિચાર મંચ


જકોટ શહેર એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. રાજકોટ શહેર મેગા સિટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે.

ગઈકાલે રૈયા રોડ ટેલિફોન એક્સચેન્જ પાસે ટ્રાફિક સિગ્નલ બાઈક પર સાઇડ માં ઉભેલ ટુ વ્હીલર ને તોતીંગ ટ્રકે પાછળથી બાઇકને ઠોકરે લેતા અને બાઇક ફંગોળાતા મંગેતર ની નજર સામે જ વાગ્દત્તા દ્રષ્ટિ બકુલભાઈ પરમાર (ઉ.વ. 23) મોત નીપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાણઘાતક અકસ્માતના બનાવો ઘટયા હોવાના પોલીસના દાવા પોકળ છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે પડી છે. ઓવરબ્રિજ, અંડર બ્રિજ બીજના ચાલી રહેલા કામો ને પગલે ડાયવર્ઝનના કારણે વધુ અકસ્માતો થાય અને કોઈનો લાડકવાયો કે કંધોતર છિનવાય જાય એ પહેલા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી અને ટ્રાફિકના મુદ્દે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવે એવી કોંગ્રેસના અને લોક સંસદ વિચાર મંચના આગેવાનોએ માંગ ઉઠાવી છે.

વધુમાં કોંગ્રેસે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે શહેરમાં લાંબા સમયથી ટ્રક, ટ્રેક્ટર્સ, મેટાડોર, ખાનગી બસો, ડમ્પરો સહિતના ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં આ પ્રકારના વાહનો માતેલા સાંઢની જેમ ફરતા જોવા મળે છે. ભારે વાહનોના પગલે શહેરીજનોના જિંદગી પર વખતો-વખત કાળ બનીને ત્રાટકી રહ્યા છે. જે રાજકોટ શહેરની ભર ઊંઘમાં રહેલી ટ્રાફિક પોલીસ ના રેકોર્ડ ઉપર પણ મોજુદ છે.

રાજકોટમાં ઘરે થી નીકળેલ માણસ ફરી ઘેર પહોંચશે કે કેમ તેની ખાતરી નથી. શહેરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની સંખ્યામાં છેલ્લા દસકામાં તોતિંગ વધારો થયો છે. શહેરમાં સાંકડા રસ્તા અને એ રસ્તા પરના બેફામ દબાણને પગલે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. અને વધુ ને વધુ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. સૌરાષ્ટ્ર ના મુખ્ય શહેરો ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં જ્યાં ભારે વાહનોને શહેરમાં પ્રતિબંધ છે ત્યાં કડકાઈથી અમલવારી થાય છે

પરંતુ રાજકોટ શહેર પોલીસની તીસરી આંખ ને મોતીયો આવી ગયોને પગલે કડકાઈથી અમલવારી થઇ શકતી નથી. જાહેરનામાનો ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવતો નથી અને ભારે વાહનો નું જાહેરનામું સૂરસૂરિયું થઈ ગયું છે જે પગલે શહેરીજનો પર આવા ભારે વાહનો મોતની લટકતી તલવાર સમાન છે. ટ્રાફિક કોન્સ્ટેબલે અને ટ્રાફિક વોર્ડન ટ્રાફિક સિગ્નલ પર બરાબર નજર રાખે તે પણ જરૂરી છે.

Read About Weather here

નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસમેનોને અને વોર્ડનોને સમયાંતરે બિરદાવવા જોઈએ અને ડાન્ડ કર્મીઓને ફિલ્ડ વર્ક ને બદલે ઓફિસ વર્કમા ધકેલવા જોઈએ. તેમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્ર સિંહ ઝાલા, રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ તલાટીયા, ભાવેશ પટેલ, ધીરુભાઈ ભરવાડ એડવોકેટ હિંમતભાઈ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here