વોર્ડ નં.12 માં 200થી વધારે યુવાનો આપ માં જોડાયા

વોર્ડ નં.12 માં 200થી વધારે યુવાનો આપ માં જોડાયા
વોર્ડ નં.12 માં 200થી વધારે યુવાનો આપ માં જોડાયા

ભાજપનાં ઉમેશ ઝાલાવાડીયા, અંકિત સાકરિયા સહિતનાં કાર્યકરો આપ માં જોડાયા

આપ નો કોઈપણ નેતા ભવિષ્યમાં હિંદુ ધર્મ કે સંસ્કૃતિ વિરૂધ્ધ એકપણ શબ્દ ન બોલે તેવી ભાજપની ચેતવણી

ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા જેવા નાટકબાજો ગુજરાતમાં ક્યારેય સફળ થઈ નહીં શકે: નીતિન ભારદ્વાજ

આમ આદમી પાર્ટીનાં નેતાઓ ઓઅર થયેલા હુમલા બાબતે બંને પક્ષો તરફથી સામ-સામે આક્ષેપો થઇ રહ્યા છે. આમઆદમીનાં નેતા ઈશુદાનભાઈ ગઢવીએ ભાજપનાં કાર્યકરોએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. તો સામે પક્ષે ભાજપ આ હુમલો આપ પાર્ટીએ પોતે ગોઠવેલું નાટક હોવાનું જણાવ્યું છે. ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજની એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આપનો કોઈ પણ નેતા ભવિષ્યમાં હિંદુ ધર્મ કે સંસ્કૃતિ વિરુધ્ધ એક પણ શબ્દ ન બોલે તેવી સમગ્ર હિંદુસમાજ વતી ચેતવણી આપી છે. આમ આદમીની કેજરીવાલ સ્ટાઈલનાં રાજકારણની પણ પક્ષની યાદીમાં આકરી ટીકા કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીનાં નેતા ઈસુદાન ગઢવીએ એક વીડિયો વાયરલ કરી ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે જે અંગે આકરી પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે4 ગુજરાતનાં રાજકારણમાં આમ આદમી પાર્ટી આજકાલની આવી નથી. પહેલા પણ હતી4 વર્ષોથી છે પરંતુ છેલ્લા કેટલાંક સમયથી તેમાં હિન્દુત્વવિરોધી4 અરાજકતાવાદી અને વ્હાઈટકોલર ક્રિમીનલ લોકોના પ્રવેશથી રાજ્યની શાંતિ તેમજ સલામતી જોખમાઈ છે. ગુનાઇત ઈતિહાસ ધરાવતા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં સમગ્ર પક્ષ ગુજરાતમાં અરાજકતાનું વાતવરણ ઉભુ કરી રહી છે. સુરતથી લઈ ને સોમનાથ સુધી આમ આદમી પાર્ટીએ કરેલા તાયફાઓને કારણે ગુજરાતની રાજનીતિ પણ બદનામ થઈ છે. આમ આદમી પાર્ટીએ શાંત સલામત ગુજરાતને અશાંત અને ભયભીત કરી દીધું છે. આમ આદમી પાર્ટી ગુજરાતની રાજનીતિનું સૌથી મોટું કલંક છે.

Subscribe Saurashtra Kranti here


આપના નેતા ઈશુદાન ગઢવીનું કહેવું છે કે મને મારી નાખવાનું ષડયંત્ર ભાજપના કેટલાક ગુંડાઓ રચ્યું હતું ભાજપના ગુંડાઓએ કેટલીક જગ્યાએ જાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. અને હુમલો કરવાના ષડયંત્ર રચી રહ્યા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. આ પ્રકારની ઈશુદાન ગઢવીની વાત તદ્દન ખોટી છે. જૂનાગઢમાં બનેલી ઘટનાનાં વીડિયોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં લોકો જોઈ શકાય છે. જનતા મુર્ખ નથી.

ઈશુદાન ગઢવીએ હવે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના અન્ય રસ્તાઓ શોધી કાઢવા વિશે મહામંથન કરવું જોઈએ. હવેનાં સમયમાં પોતાના ઉપર જ હુમલાઓ કરાવી4 પોતાની જાન જોખમમાં છે તેવું કહી4 અન્ય પર આક્ષેપ કરી લોકોની સહાનુભૂતિ મેળવી શકાતી નથી. પ્રજા નીર-ક્ષિરનો ભેદ પારખતી થઈ ચૂકી છે. ભાજપનાં શાસનમાં કોઈની રાજકીય રીતે હત્યા થઈ નથી અને થશે પણ નહીં. ભારતીય જનતા પક્ષ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહ્યો છે. આ 27 વર્ષોમાં ક્યારેય બની ન હોય તેવી ઘટના ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાના આગમન સમયે બની છે. આ ઘટના પાછળ કોનો પંજો હોઈ શકે એ સમજી શકાય છે.

ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢમાં ત્રણ દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના આગેવાનો પર જે હુમલો થયો હતો તે ભાજપના લોકોએ નહીં પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગુંડાઓએ જ કરેલો હતો. કોંગ્રેસની બી ટિમ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાર્ય કરી રહી છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે મળીને ભાજપને બદનામ કરવા સામે ચાલીને પોતાના પર હુમલાઓ કરાવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા સસ્તી પ્રસિદ્ધિ માટે જાણી જોઈને પોતાના ઉપર હુમલો કરવામાં આવ્યો છે.

ગુજરાતને બિહાર જેવું ચિતરવાનું આ ષડ્યંત્ર છે. ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા નિમ્ન કક્ષાની રાજનીતિ અને દાવપેચ રમીને ભાજપને પછાડવા નીકળ્યા છે4 લોકશાહીમાં સૌને વિરોધ કે દેખાવ કરવાનો અધિકાર છે પરંતુ ભાજપને પછાડવાના ચક્કરમાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ ગુજરાતની ભોળી જનતાને હથિયાર બનાવશે કે ગુજરાતમાં તોફાનો અને રમખાણો કરશે એ ચલાવી નહીં લેવામાં આવે. ઈશુદાન ગઢવીને પ્રસિદ્ધિ જોઈતી હોય તો ફરી ટીવીના પડદે ચાલ્યા જાય4 રાજનીતિમાં પ્રસિદ્ધિ કે પદ માટે નહીં પરસેવો પાડી ને લોકસેવા અને જનકલ્યાણ માટે આવવાનું હોય છે.

Read About Weather here

ભૂતકાળમાં અરવિંદ કેજરીવાલે પણ પોતાના પર કાળી શ્યાહી કે ચપ્પલ ફેંકાવ્યા હોય અથવા તમાચાઓ મરાવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ છે. આ બધા જ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના સરળ રસ્તાઓ છે. આમ આદમી પાર્ટીનાં નેતાઓ ગુજરાતમાં પણ હવે કેજરીવાલ સ્ટાઈલથી પ્રસિદ્ધિ મેળવવા સામે ચાલીને પોતાને જ નિશાન બનાવી રહ્યા છે. ભૂતકાળમાં ગોપાલ ઈટાલીયાએ નાયબમુખ્યમંત્રીને ફોન કરી કોલ રેકોર્ડ કરેલો અને ગૃહમંત્રી ઉપર જોડું ફેકેલું. હવે તેઓ પોતાના પર હુમલા કરાવે છે.

જો જૂનાગઢની ઘટનાને બાદ કરતા સોમનાથમાં આપ નેતાઓના વિરોધની વાત કરવામાં આવે તો હિંદુ ધર્મ કે સંસ્કૃતિ વિશે કોઈપણ વ્યક્તિ લોકોની લાગણી દુભાવતું કે ભાવનાને ઠેંસ પહોચાડતું બોલે છે તો તેનો વિરોધ થવો સ્વાભાવિક છે. ઈશુદાન ગઢવી ભલે વારવાર ઈશ્વરની સોંગદ ખાતા ફરે પણ બીજી તરફ તેમના સાથી ગોપાલ ઈટાલીયા જ ઈશ્વર અને હિંદુ ધર્મને ગાળો આપે છે.

વળી પાછા બંને હિન્દુત્વના નામે રાજનીતિ રમવા મંદિરો-મંદિરોમાં ચક્કર લગાવે છે. ગુજરાતની પ્રજા શાણીસમજુ છે. ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા જેવા નાટકબાજો ગુજરાતમાં ક્યારેય સફળ થઈ નહીં શકે. આપ નેતાઓના હિંદુ ધર્મ અને સંસ્કૃતિ વિરુદ્ધના વિવિધ નિવેદનોને અમે પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આપનો કોઈપણ નેતા ભવિષ્યમાં હિંદુ ધર્મ કે સંસ્કૃતિ વિરુદ્ધ એકપણ શબ્દ ન બોલે તેવી સમગ્ર હિંદુસમાજ વતી ચેતવણી આપીએ છીએ એવું ભારદ્વાજે અંતમાં જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here