વિદ્યાર્થીઓએ ટ્રેનમાં લગાવી આગ…!

વિદ્યાર્થીઓએ ટ્રેનમાં લગાવી આગ...!
વિદ્યાર્થીઓએ ટ્રેનમાં લગાવી આગ...!
પ્રદર્શન દરમિયાન રેલવે સુરક્ષા દળ અને વિદ્યાર્થીઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ વચ્ચે હજારોની સંખ્યામાં પરીક્ષાર્થી ગયા જંકશન પર ભેગા થઈ ગયા છે. આરપીએફે તેને કાબુ કરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. રેલવે ભરતી બોર્ડે ભલે ગ્રુપ ડી અને NTPC પરીક્ષાને સ્થગિત કરી દીધી છે. પરંતુ બિહારમાં બબાલ યથાવત છે.

Visit Saurashtra Kranti Homepage here

ગયા જંકશન પર એનટીપીસી પરીક્ષાના પરીક્ષામમાં ગડબડીને લઈને ઉગ્ર વિદ્યાર્થીઓએ રેલવે સંપત્ત્િ। પર હુમલો કરી દીધો છે. આ દરમિયાન બુધવારે ભડકેલા પરીક્ષાર્થીઓએ પ્રદર્શન દરમિયાન ગયા જિલ્લામાં બબાલ કરી અને ગયા જંકશન પર લાગેલી એક ખાલી ટ્રેનને આગને હવાલે કરી દીધી હતી.ટ્રેનમાં આગ લગાવવાની માહિતી મળતા ઘટના સ્થળ પર ફાયર બ્રિગેટની ટીમ પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે ઉપદ્રવી ઉમેદવારોએ એક ખાલી ટ્રેનના કોચમાં આગ લગાવી હતી. ત્યારબાદ બીજા કોચને પણ આગને હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન આરપીએફે એક ઉપદ્રવીને દબોચી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે આ ઉપદ્રવી જોવામાં ઉમેદવાર જેવો લાગી રહ્યો નથી.સીતામઢીમાં તોડફોડ અને પથ્થરમારો કરી રહેલી ભીડને પોલીસે હવાઈ ફાયરિંગ કરી હટાવી હતી.

વિદ્યાર્થીઓના પ્રદર્શન બાદ રેલવેએ NTPC અને ગ્રુપ ડી (શ્રેણી ૧) ની પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેમ છતાં બુધવારે પણ આરઆરબી તથા એનટીપીસીમાં કૌભાંડનો આરોપ લગાવી બિહારમાં સતત પ્રદર્શન થઈ રહ્યું છે. મંગળવારે રેલવેએ એક નોટિસ જાહેર કરી પરીક્ષાર્થીઓને ચેતવણી આપી હતી

Read About Weather here

કે પ્રદર્શન દરમિયાન તોડફોડ સહિત અન્ય ગેરકાયદેસર પ્રવૃત્ત્િ।માં સામે

લ લોકોને રેલવેની ભરતી પર આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. આ ચેતવણી બિહારમાં ઉમેદવારોના પ્રદર્શન બાદ સામે આવી હતી.રેલવેએ પોતાની ભરતી પ્રક્રિયાઓની પસંદગીને લઈને પરીક્ષાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શન બાદ એનટીપીસી અને લેવલ-૧ ની પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here