વધુ એક પેપર ફૂટ્યું…!

વધુ એક પેપર ફૂટ્યું...!
વધુ એક પેપર ફૂટ્યું...!
ત્યારે બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બીકોમ સહિતની પરીક્ષાઓ ચાલી રહી છે.પેપર ફૂટવાની ઘટનાને લઈને કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કહ્યું હતું કે એક દિવસ પહેલાં જ પેપર ફૂટી ગયું હતું. એક ખાનગી ક્લાસમાંથી પેપર ફૂટી ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે અમે યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું છે, પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી. વારંવાર પેપર ફૂટી રહ્યાં છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાં કરતા શાસકો દ્વારા કોઈ જ હિતકારી નિર્ણય લેવામાં આવ્યો નથી.યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી સ્ક્વોડને માહિતી મળી હતી કે કલાક પહેલાં જ પેપર ખૂલ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, પરંતુ રજૂઆતની ગંભીરતાને લઈને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરી દેવામાં આવી છે તથા સમગ્ર મુદ્દે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે.

પરીક્ષા રદ કરવામાં આવી હોવાની જાણ થતા વિદ્યાર્થીઓમાં નારાજગી.

પેપર અગાઉ ખોલવા એ ગંભીર બાબત છે, જેથી એક્ઝામ સુપરિન્ટેન્ડેન્ટનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કહ્યું હતું કે આ પેપર ફૂટી ગયું હતું. વિદ્યાર્થીઓએ જ પ્રોફેસરને જાણ કરી હતી, પરંતુ તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું, જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો. . 10થી 12 હજાર વિદ્યાર્થીને સીધી અસર થનારી છે.વારંવાર પરીક્ષાઓ રદ થતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

પરીક્ષા ખંડમાંથી વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા.

પરીક્ષક દ્વારા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓ એક કલાક કરતા વધારે સમય સુધી પેપર લખ્યા બાદ પરીક્ષકે કહ્યું કે તમારુ પેપર લીક થઈ ગયું છે માટે તમામ વિદ્યાર્થીઓએ પેપર લખવાનું બંધ કરવાનું રહેશે. ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓને અધવચ્ચેથી જ પેપર લીક થઈ ગયો હોવાનો પરીક્ષા દ્વારા કહેવામાં આવ્યું.

Read About Weather here

વિદ્યાર્થીઓએ એ પ્રકારની વાત કરી હતી કે ગઈકાલે જ્યારે આ પેપર વાડિયા વીમેન્સ કોલેજની અંદર આપી દેવામાં આવ્યું હતું તો શા માટે આજે પણ એ જ પેપર આપવામાં આપવામાં આવ્યું હતું. . ઇકોનોમિક્સ પેપર હવે પછી તારીખ જાહેર થયા બાદ લેવાશે એ પ્રકારની વાત કરવામાં આવી ન હતી. જે યુનિવર્સિટી અને કોલેજની ખૂબ જ મોટી નિષ્કાળજી છે. જો પેપર ફૂટી ગયો હોય તો શા માટે આજે પરીક્ષા લેવાય. જ્યારે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હતા ત્યારે જ એમને કહી દેવાની જરૂર હતી કે પેપર લીક થઈ ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here