વડિયા બસસ્ટેન્ડના સિમેન્ટ રોડમાં પડ્યા ગાબડા

વડિયા બસસ્ટેન્ડના સિમેન્ટ રોડમાં પડ્યા ગાબડા
વડિયા બસસ્ટેન્ડના સિમેન્ટ રોડમાં પડ્યા ગાબડા


અકસ્માત થાય તે પેહલા તાત્કાલિક રીપેરીંગ કરવા જરૂરી

વડિયાના તળાવના ગરકાવ બસ્ટેન્ડને આધુનિકતા સાથે પાંચ વર્ષ પેહલા નવું બનાવ્યું ત્યારે તે સમગ્ર બસસ્ટેન્ડના એરિયાને આરસીસી કામથી વ્યવસ્થિત બનાવ્યો હતો.

હાલ સતત ચાલતા વાહનોના કારણે બસસ્ટેન્ડના બંને દરવાજામાં પ્રવેશ કરતા જ મસમોટા ખાડા પડેલા જોવા મળે છે. ખાડા સાથે સમગ્ર ગ્રાઉન્ડને આરસીસી કરતા સમયે જે લોખંડ નાખવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

તે લોખંડના સળિયા પણ ઉપર આવતા રોજ વાહન ચાલકો, મુસાફરો અને બસના પૈડા સાથે અથડાતા જોવા મળી રહ્યા છે. લોકો કે વાહનો ને બસસ્ટેન્ડમાં પ્રવેશતા પહેલા અકસ્માતથી બચવા માટે એ લોખંડના બહાર દેખાતા સળિયાથી બચવુ જરૂરી બને છે.

Read About Weather here

ગાબડા અને ઉપર નીકળેલા સળિયા કોઈ ગંભીર અકસ્માત ઉભો કરે તે પેહલા યોગ્ય મુહૂર્ત કાઢી તેને રીપેર કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here