લાઇસન્સ વગર જ ખેતીને લગતી દવા બનાવતા કારખાનામાં દરોડો

લાઇસન્સ વગર જ ખેતીને લગતી દવા બનાવતા કારખાનામાં દરોડો
લાઇસન્સ વગર જ ખેતીને લગતી દવા બનાવતા કારખાનામાં દરોડો
રાજકોટ શહેરની ભાગોળે નવાગામ રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં મંજૂરી વગર ખેતીને લગતી પેસ્ટિસાઇડ દવા બનાવતા કારખાનામાં પોલીસે દરોડો પાડી રૂ.13.53 લાખની દવાના જથ્થા સાથે કારખાનેદારને ઝડપી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

દવાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.રૂડાનગર ટ્રાન્સપોર્ટમાં નેચર ગ્રીન ક્રોપ સાયન્સના નામે ચાલતા કારખાનામાં ખેતીને લગતી પેસ્ટિસાઇડ દવાઓ બનાવવામાં આવે છે અને આ માટેનું લાઇસન્સ કારખાનેદાર દ્વારા લેવામાં આવ્યું નથી તેવી માહિતી મળતાં કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ.ઝણકાટ સહિતની ટીમ દોડી ગઇ હતી.પોલીસે કારખાનામાં તપાસ કરતાં જુદી જુદી બ્રાન્ડની 2922 બોટલ દવાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત અલગ અલગ દવાઓના રેપરનો જથ્થો, બે ઇલેક્ટ્રિક વજન કાંટા અને દવા વલોવવા માટેનું વલોણું મળતા પોલીસે દવા અને સાધનો સહિત કુલ રૂ.13.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Read About Weather here

પોલીસે કારખાનામાં હાજર કારખાનેદાર બ્રિજેશ ભોલા ખાણધર (ઉ.વ.30)ની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામનો વતની બ્રિજેશ ખાણધર કેટલાક સમયથી રાજકોટમાં મોરબી રોડ પરની રાધા મીરા સોસાયટીમાં રહે છે અને રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ખેતીને લગતી પેસ્ટિસાઇડ દવાઓ બનાવવાનું કારખાનું ચાલુ કર્યું હતું.કબ્જે થયેલી દવા યોગ્ય છે કે નહીં તે ચેક કરવા પોલીસે એગ્રિકલ્ચર ઓફિસર પી.એસ. મકવાણાને સ્થળ પર બોલાવતા મકવાણાએ દવાના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલ્યા હતા. પોલીસે કારખાનેદારની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here