રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ- 2021 અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન ઓનલાઈન વેબિનાર યોજાયો

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ- 2021 અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન ઓનલાઈન વેબિનાર યોજાયો
રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ- 2021 અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન ઓનલાઈન વેબિનાર યોજાયો

નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન આધારીતરાષ્ટ્રીય કક્ષાની વિજ્ઞાન પ્રોજેક્ટ સ્પર્ધાનું આયોજન

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને રાજકોટ સ્થિત ઓ.વી.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-2021 અંતર્ગત વિદ્યાર્થીઓ માટે જુનિયર અને સિનીયર કેટેગરીમાં નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન વિષય આધારીત રાષ્ટ્રીય કક્ષાની વિજ્ઞાન પ્રોજેક્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રથમ જીલ્લા કક્ષાની સ્પર્ધા સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ઓનલાઈન યોજાશે, ત્યારબાદ તેમાથી ગુણવત્તાના આધારે આગળ રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષા માટે પ્રોજેક્ટ પસંદગી પામશે. આ સ્પર્ધામાં કોઈપણ શાળાનાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

આ અંગે વધુ વિગત આપતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા જાણાવે છે કે, બાળકોમાં ઘણી જ સર્જનાત્મકતા પડેલી હોય છે, જો તેમને યોગ્ય મંચ અને માર્ગદર્શન આપવામા આવે તો તેઓ ઘણા નવા અવિષ્કારો અને સંશોધનો કરવા માટે સમર્થ હોય છે.

જુનિયર કેટેગરીમાં 10 થી 14 વર્ષના વિદ્યાર્થીઓ અને સિનીયર કેટેગરીમાં 14+ થી 17 વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષક, માતા-પિતા અને નિષ્ણાંતોની સહાયતાથી આપેલ વિષયો નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન, નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે નિવસન તંત્ર, નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે યોગ્ય તકનીક સહિતનાં વિવિધ વિષયોમાંથી કોઈ એક વિષયની પસં

દગી કરીને તેના ઉપર લઘુ સંશોધન પત્ર/PPT પ્રેઝન્ટેશન કે સર્વે/ રિસર્ચ વર્ક રજુ કરવાના રહેશે. પસંદગી પામેલ પ્રોજેકટ પ્રથમ જીલ્લા કક્ષાએ ત્યારબાદ રાજય કક્ષાએ અને પછી રાષ્ટ્રીય કક્ષાએ ગુણવત્તાના આધારે આગળ જશે.

આ સ્પર્ધા વિષે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપવા આયોજકો દ્વારા આજરોજ રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસીએશનના એફ.બી. પેજ પર એફબી લાઇવના માધ્યમથી ઓનલાઇન વેબીનારના સેશનનું પણ આયોજન કરવામાં આવે.

Read About Weather here

આ સ્પર્ધામાં કોઈપણ શાળાનાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે જે માટે વિદ્યાર્થીએ તેમની શાળામાં સંપર્ક કરીને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે અથવા ઓ.વી.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના સેન્ટર કોઓર્ડીનેટર શ્રી મિનેશભાઈ મેઘાણીને મો.નં. 9978825829 ઉપર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.(6.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here