રાશી પ્રમાણે કયા રંગની રાખડી બાંધવી શુભ..?

રાશી પ્રમાણે કયા રંગની રાખડી બાંધવી શુભ..?
રાશી પ્રમાણે કયા રંગની રાખડી બાંધવી શુભ..?

શ્રાવણ સુદ પૂનમને તા.22 ને રવિવારે રક્ષાબંધન છે. આ વર્ષે રક્ષાબંધનનાં દિવસે ભદ્રા દ્રોષ ન હોવાથી રક્ષાબંધનનો આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે. જનોઈ બદલવા માટેનો પણ શુભ દિવસ છે.

Visit Saurashtra Kranti Homepage here

  • રક્ષાબંધનની વિધિ

રક્ષાબંધનનાં દિવસે બહેનોએ શુભ સમયે એક થાળીમાં વસ્ત્ર પાથરી કંકુ, ચંદન, ચોખા, મીઠાઈ રાખવી. ત્યારબાદ સૌપ્રથમ ગણપતિદાદાને દિવો કરી કંકુથી ચાંદલો-ચોખા કરવા તથા શ્રીકૃષ્ણ ભગવાનને ચંદનનો ચાંદલો-ચોખા કરવા. ભગવાનને રાખડી પહેરાવી પોતાની રક્ષા માટેની પ્રાર્થના કરવી ત્યારબાદ ભગવાનને મીઠાઈ અર્પણ કરવી.

ત્યારબાદ પોતાના ભાઈને ચાંદલો-ચોખા કરી જમણા હાથે રાખડી બાંધી મીઠું-મોઢુ કરાવું, દુખણા લેવા.

આ દિવસે સાગરખેડુ માછીમારો દરિયામાં શ્રીફળ પધરાવીને દરિયાનું પૂજન કરે છે. આ દિવસે ભૂદેવો તથા અન્ય જ્ઞાતિનાં જે લોકો જનોઈ પહેરે છે, તે જનોઈ બદલાવે છે. પંચાંગ પ્રમાણે આ વર્ષે જે બ્રહ્મમુખ ઋગ્વેદી છે.

તેવો એ તા.21 ને શનિવારે જનોઈ બદલાવી તથા શુક્લ યજુવેદી તથા તૌતરિય બ્રાહ્મણોએ રવિવારે જનોઈ બદલવી તથા અન્ય સર્વ જે જ્ઞાતિનાં લોકોએ જનોઈ ધારણ કરી હોય તેવોએ રવિવારે રક્ષાબંધનનાં દિવસે જનોઈ બદલાવી શુભ છે.

રાખડી બાંધવા માટેનાં ચોઘડિયા પ્રમાણે શુભ સમય

સવારે લાભ 9:39 થી 11:14, અમૃત 11:14 થી 12:50, બપોરે શુભ 2:25 થી 4 રાત્રે શુભ 7:11 થી 8:36, અમૃત 8:36 થી 10:00,અભિજિત મુહુર્ત બપોરે 12:24 થી 1:15.

Read About Weather here

  • રાશી પ્રમાણે જુદા-જુદા રંગની રાખડી બાંધવી શુભ છે.

મેષ: લાલ અને પીળા રંગની

વૃષભ: ગુલાબી રંગની

મિથુન: લીલા અને બ્લુ રંગની

કર્ક: સફેદ અને પીળા રંગની

સિંહ: ગુલાબી રંગની

કન્યા: લીલા અને બ્લુ રંગની

તુલા: બ્લુ અને મિક્સ રંગની

વૃશ્ચિક: લાલ રંગની

ધન: કેશરી રંગની

મકર: બ્લુ અને લીલા રંગની

કુંભ: બ્લુ તથા ગુલાબી રંગની

મીન: પીળા રંગની

તથા રૂદ્રાક્ષની રાખડી બધાને માટે શુભ અને ઉતમ છે.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here