રાજકોટ માર્કેટયાર્ડમાં લેવાયો મોટો નિર્ણય…

રાજકોટ માર્કેટયાર્ડ
રાજકોટ માર્કેટયાર્ડ

રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન સહિતની કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં સરકારી- અર્ધસરકારી કચેરીના કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો બાદ કોરોનાએ હવે બેડી માર્કેટયાર્ડના વેપારીઓને નિશાન બનાવ્યા છે, રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન સહિતની કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહૃાો હતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહૃાા હોય તેવું લાગી રહૃાું હતું. જેનું પરિણામ હવે સામે આવ્યું છે, યાર્ડના બે વેપારી અને બે કમિશનર એજન્ટ સહિત ચાર વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હોવાનું વેપારી વર્તુળોમાંથી જાણવા મળે છે. ગઈકાલે સ્થાનિક મીડિયા દ્વારા અહેવાલ પ્રસારીત થયા બાદ તંત્ર સફાળુ જાગી ગયું હતું.જેના પગલે માર્કેટિંગ યાર્ડમાં માસ્ક વિના એન્ટ્રી કરવા દેવામાં આવશે નહીં.

આ ઉપરાંત રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વિશ્ર્વસનિય વેપારી વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં યાર્ડના બે વેપારીઓ અને કમિશન એજન્ટો સહિત ચાર વ્યક્તિ કોરોના સંક્રમિત થયાનું જાણવા મળે છે. યાર્ડમાં કોરોના ટેસ્ટની કોઈ વ્યવસ્થા નથી પરંતુ જેમને લક્ષણો જણાય તે બારોબાર ટેસ્ટ કરાવી લેતાં હોય છે અને પોઝિટિવ આવે તો પછી હોમ આઈસોલેટ કે હોસ્પિટલાઈઝ થઈ જતા હોય છે.જેના પગલે આવતીકાલથી માસ્કના નિયમની કડક અમલવારીનો પ્રારંભ અહીં થઈ રહૃાો છે.

Read About Weather here

અત્રે એ બાબતે ઉલ્લેખનીય છે કે કોરોના પેશન્ટના નામ-સરનામા જાહેર કરાતા ન હોય તેમજ ઘર બહાર સ્ટીકરીંગ પણ કરાતુ ન હોય પોઝિટિવ વ્યક્તિ પોતે જાણ ન કરે ત્યાં સુધી ખ્યાલ આવી શકતો નથી. ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ યાર્ડમાં દરરોજ સરેરાશ ૮થી ૧૦ હજાર વ્યક્તિઓની અવરજવર હોય છે આથી નવા બેડી યાર્ડ તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસેના જૂના યાર્ડ ખાતે ટેસ્ટ કેમ્પ યોજાય તો કોરોના ફેલાતો અટકશે. માર્કેટ યાર્ડમાં માસ્ક પહેર્યાં વિના આવનાર માટે પ્રવેશબંધી જાહેર કરાઈ હતી પરંતુ તેનું પાલન પણ કરાવાતું નહતું ત્યારે હવે આ નિયમ નું ફરીથી કડકાઇથી પાલન કરવામાં આવે છે કે નહીં તે જોવું રહૃાું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here