રાજકોટ જિલ્લામાં 1 હજારથી વધુ શાળાના બિલ્ડિંગ ચૂંટણી માટે લેવાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ જિલ્લામાં અંદાજિત 1 હજારથી વધુ શાળાના બિલ્ડિંગમાં મતદાન મથક ફાળવવામાં આવ્યા હોવાથી આજથી ચૂંટણી તંત્ર આ તમામ શાળાના બિલ્ડિંગનો કબજો લઇ લેશે. શાળાઓના બિલ્ડિંગ અને મોટાભાગના શિક્ષકોને પણ ચૂંટણી ફરજ સોંપવામાં આવી હોવાને કારણે આજથી રાજકોટ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને કેટલીક ખાનગી શાળાઓમાં પણ મિનિ વેકેશનનો માહોલ જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

સરકારી પ્રાથમિક શાળાના 800 સહિત કુલ 1000થી વધુ શાળામાં મતદાન મથક ફળવાયા છે. સરકારી પ્રાથમિક, ગ્રાન્ટેડ શાળાઓ અને કેટલીક ખાનગી શાળાના બિલ્ડિંગ પણ મતદાન મથક માટેની કામગીરી લેવાયા છે. મતદાનના એક દિવસ અગાઉ ચૂંટણી તંત્ર જિલ્લાના દરેક મતદાન મથકનો કબજો લેશે.

Read About Weather here

રાજકોટ જિલ્લાની શાળાઓ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોટાભાગની સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજો ચૂંટણી કામગીરી માટે લઇ લેવામાં આવી છે. ચૂંટણીના એક દિવસ પહેલા અને એક દિવસ પછી એટલે કે 30મી નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી શાળાઓમાં રજાનો માહોલ રહેશે. આ ઉપરાંત પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને પણ ચૂંટણીની ફરજ સોંપવામાં આવી છે જેના લીધે પણ હાલ મોટાભાગની શાળાઓમાં 50 ટકા સ્ટાફથી શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here