રાજકોટ ગોંડલના જામવાડીમાં અને હડાળામાં 7 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

રાજકોટ ગોંડલના જામવાડીમાં અને હડાળા
રાજકોટ ગોંડલના જામવાડીમાં અને હડાળા

રાજકોટ જિલ્લામાં ગામડાઓ જાગૃત બનીંને સ્વયંભૂ લોકડાઉન તરફ અગ્રેસર થયા છે

રાજકોટ,

Subscribe Saurashtra Kranti here

ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિને લઈને રાજ્યમાં સંક્રમણની ચેઇન તોડવા માટે 3-4 દિવસ કર્ફ્યૂ કે લૉકડાઉનનું સરકારને સૂચન કર્યું હતું. આ અંગે કૉર કમિટીની બેઠક બાદ CM વિજય રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકા સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. જેને પગલે કોરોનાના સંક્રમણથી બચવા માટે રાજકોટના હડાળા ગામે 15 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. આ ઉપરાંત ગોંડલના જામવાડી ગામમાં પણ એક સાથે કોરોના 4 પોઝિટિવ કેસ નોંધાતા આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ મુદ્દે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ જો લોકડાઉન લગાવવામાં નહીં આવે તો સ્વયંભૂ લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવશે. હાલ સરકાર લોકડાઉન અંગે કોઈ નિર્ણય કરે કે નહીં પરંતુ રાજકોટ જિલ્લામાં ગામડાઓ જાગૃત બનીંને સ્વયંભૂ લોકડાઉન તરફ અગ્રેસર થયા છે.

ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ અંગે વિરોધ દર્શાવતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી પી વૈષ્ણવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યુથી કંઈ કોરોનાના કેસ ઘટતા નથી. માટે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીને રાત્રી કર્ફ્યૂ 8ના બદલે 10 વાગ્યાનો સમય કરવામાં આવે તેવી માંગ કરશું આ ઉપંરાત જો સરકાર બે દિવસનાં લોકડાઉનને લઇને નિર્ણય નહિ લે તો સ્વયંભૂ લોકડાઉનનો પણ નિર્ણય લેવાશે. અને સરકારના નિર્ણય બાદ ચેમ્બર બેઠક કરીને શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન અંગે નિર્ણય કરશે, અમારી તો એક જ માંગ છે કે શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે. જો લોકડાઉન નહિ આવે તો પરિસ્થિતિ વધુ કથળી શકે છે.

ગોંડલની નજીક આવેલ જામવાડી ગામમાં સરપંચ લીનાબેન પ્રફુલ ભાઈ ટોળીયા દ્વારા તાકીદની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં ઉપસરપંચ વિનોદભાઈ મોણપરા ગ્રામ પંચાયતના સદસ્યો, આરોગ્યના અધિકારીઓ તેમજ તલાટી કમ મંત્રી સહિતનાઓ હાજર રહ્યા હતા ગામમાં વધુ કોરોના ને ફેલાતો અટકાવવા માટે આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે 6થી 9 અને સાંજે સાડા 5થી 8 દરમિયાન સરકારી ગાઈડલાઈન્સ મુજબ ખુલ્લી રાખવામાં આવશે, તેમજ ફેરિયાઓને પ્રવેશબંધ કરવામાં આવ્યો છે.બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે.

Read About Weather here

હાલ કોરોનાનું સંક્ર્મણ ફેલાતું અટકે એ માટે તકેદારીના ભાગ રૂપે રાજકોટમાં આવેલા હડાળા ગામમાં આજથી 15 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં સવારે 7થી 9 અને સાંજે 5થી 7 સુધી એમ સવાર-સાંજ બે કલાક સુધી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે ગામ ખુલ્લું રહેશે અને અહીંયા પણ ફેરિયાઓને પ્રવેશબંધ કરવામાં આવ્યો છે. તથા બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here