રાજકોટ કોંગ્રેસમાં અણીને સમયે ફરી સપાટી પર વરવો જૂથવાદ?

રાજકોટ કોંગ્રેસમાં અણીને સમયે ફરી સપાટી પર વરવો જૂથવાદ?
રાજકોટ કોંગ્રેસમાં અણીને સમયે ફરી સપાટી પર વરવો જૂથવાદ?

શહેરમાં કોંગ્રેસ દ્વારા સતત યોજાઇ રહેલા વિરોધ કાર્યક્રમોમાં ટોચના નેતાની ગેરહાજરી; ઇન્દ્રનીલ રાજયગુરૂ અને અશોક ડાંગર વચ્ચે ચાલતા વચસ્વનો જંગ વધુ ઉગ્ર બન્યો!

રાજકોટ પોલીસ કમિશનર સામે તોડકાંડ અને હપ્તાખોરીના ગંભીર આક્ષેપોને લઇને કોંગ્રેસ દ્વારા રોજેરોજ દેખાવો અને ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહયા છે. આવા અણીના સમયે અને ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં પણ શહેર કોંગ્રેસમાં પ્રવકતો આંતરીક જૂથવાદ પુરેપુરો સપાટી પર આવી ગયો છે. બે બડીયા નેતાઓ વચ્ચે અગાવથી ચાલી આવતો સંઘર્ષ વધુ વકરી ગયો છે અને તેની આગના લબકારા હવે બહાર દેખાવા લાગ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

કમિશનરનાં ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓનાં વિરોધમાં છેલ્લા 4 દિવસથી શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ અને દેખાવો કરવામાં આવી રહયા છે. અટલા મહત્વના મુદ્ા માટે ચાલી રહેલી લડાઇમાં અને આંદોલન કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના એક ટોચના નેતાની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. શહેરમાં આ નેતાની ગેરહાજરી અંગે ચર્ચા શરૂ થઇ ગઇ છે અને અનેક જાતના તર્કવીતર્ક ચાલી રહયા છે.

વાસ્તવમાં શહેર કોંગ્રેસના બે બળીયા જેવા નેતાઓ વચ્ચેની લડાઇ એ કોઇ નવી ઘટનાઓ નથી. લાંબા સમયથી આ સંઘર્ષ ચાલી રહયો છે. પરંતુ આ વખતે એક ટોચના નેતા ઇન્દ્રનીલ રાજયગુરૂએ કોંગ્રેસના વિરોધ દેખાવ કાર્યક્રમમાં હાજરી આપી ન હોવાથી આંતરીક જૂથવાદ ફરી સપાટી પર આવી ગયો છે. હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

અત્યારે ભ્રષ્ટાચાર સામેની લડત શહેર કોંગ્રેસના અશોક ડાંગર પ્રેરીત જૂથ દ્વારા જોરશોરથી ઉપાડવામાં આવી છે. આવા સમયે પણ કોંગ્રેસમાં ભાગલા પડી ગયાનું સ્પષ્ટ દેખાય આવે છે. કેમ કે, ડાંગર પ્રેરીત કોઇ વિરોધ કાર્યક્રમમાં ઇન્દ્રનીલ જૂથ દ્વારા હાજરી આપવામાં આવી નથી. એ પરથી દેખાય છે કે, આંતરીક જૂથવાદની આગ હજુ શાંત થઇ નથી અને કોંગ્રેસમાં ઉપરતો ચરૂ હજુ લાંબા સમય સુધી ઠરે તેવું લાગતું નથી. આગામી દિવસો કોંગ્રેસ માટે મહત્વના બની રહેશે.

Read About Weather here

કોંગ્રેસના મોવડિઓ આ દિશામાં કઇ રીતે પગલા લે છે. એ અંગે રાજકીય નિષ્ણાંતોમાં તરેહ-તરેહની ચર્ચા થઇ રહી છે અને શહેરીજનોમાં પણ અનુમાનોની આંધી ઉઠી છે.શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટમાં પોલીસ કમિશનરના કથિત તોડકાંડ વિરુદ્ધ સતત ચોથા દિવસે પણ શહેર કોંગ્રેસ દ્વારા બાઈક રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુંદાવાડી પોલીસ ચોકી પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે થી બાઈક રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here