રાજકોટમાં સગીરાનો સરવે…!

રાજકોટમાં સગીરાનો સરવે…!
રાજકોટમાં સગીરાનો સરવે…!
લગભગ 47.5% ભારતીયો કમ્પ્યૂટર પર અને 49.9% મોબાઈલ પર પોર્ન જોવાનું પસંદ કરે છે. વિશ્વની સૌથી મોટી પોર્ન વેબસાઈટના યુઝર્સમાં ભારતીયો ત્રીજા નંબરે હોવાનું બહાર આવ્યું છે. લાઇવમેન્ટમાં પ્રકાશિત થયેલા પોર્નસાઈટના વાર્ષિક અહેવાલ મુજબ વર્ષ 2019માં પોર્નસાઇટે ભારતમાં 6597 પેટાબાઈટ ડેટા ટ્રાન્સફર કર્યો હતો, જે આશરે 18,073 ટેરાબાઈટ પ્રતિ દિવસ અને 209 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ હતો.  જેથી સ્પષ્ટ થઈ શકે છે કે મોટાભાગે લોકો મોબાઈલ પર પોર્નસાઈટ જોવાનું પસંદ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

પોર્નસાઈટ દ્વારા બહાર પાડવામાં આવેલા 2019ના રિપોર્ટ અનુસાર, ભારતીય મહિલાઓ પોર્નોગ્રાફીના સૌથી મોટા ઉપભોક્તાઓમાં સામેલ છે. ભારતમાં 31 વર્ષથી ઓછી ઉંમરની દર 10માંથી 3 મહિલા પોર્ન ફિલ્મો જોવાનું પસંદ કરે છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ભટ્ટ કર્તવી અને પઠાણ રેહાનાએ 180 વિદ્યાર્થિનીઓ કે જેઓ ધોરણ 9 અને 11 માં ભણે છે

તેમની રૂબરૂ મુલાકાત લઈને, મોબાઈલમાં અન્ય સારી ગેમ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી આપીએ એમ સમજાવી હિસ્ટ્રી તપાસતા માલૂમ પડ્યું કે 18.90 % તરુણીઓ પોર્નસાઈટ કોઈને કોઈ બહાને જોવે છે.વાતચીત દરમિયાન પૂછતાં 10.80 % તરુણીઓ એ જણાવ્યું કે જાતીય જીવનનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને ગ્રૂપમાં અમને કઈ ખબર નથી પડતી એવી લઘુતાગ્રંથી ન આવે માટે આવી સાઈટ જોતા હોઈએ છીએ. 13.09% તરુણીઓએ જણાવ્યું કે અમે બે ત્રણ ફ્રેન્ડ સાથે આવી વેબસાઈટ જોતા હોઈએ છીએ અને ક્યારેક સારી કે વધુ ઉત્તેજક સાઈટ મળી જાય તો અમે એકબીજાને શેર કરતા હોઈએ છીએ.

પોર્ન વ્યસન વ્યક્તિને ભાવનાત્મક રીતે પોર્નોગ્રાફી પર એટલી હદે નિર્ભર બનાવે છે કે તે તેના રોજિંદા જીવન, સંબંધો અને કાર્ય કરવાની ક્ષમતામાં દખલ કરે છે. અતિશય પોર્નની આદતને દૂર કરવા માટે સારવારની શોધ કરતા કેટલાંક લોકો અન્ય સમસ્યાઓ, જેમ કે સંબંધની સમસ્યાઓ, જાતીય અકળામણ અથવા ડિપ્રેશનની સારવાર લેવાથી લાભ મેળવી શકે છે. તેથી જો કોઈ વ્યક્તિ ઉપચારક પસંદ કરે છે,

Read About Weather here

તો વ્યક્તિએ એવા ડૉક્ટરની પસંદગી કરવી જોઈએ, જે આ મુદ્દાઓને સમજે છે અને જેમને ભૂતકાળમાં સેક્સ વ્યસન જેવા કેસો સંભાળેલ હોય. પોર્ન વ્યસનની સારવાર માટે ડોક્ટર્સ સામાન્ય રીતે મનોરોગ ચિકિત્સા, સંબંધ પરામર્શ (સલાહ), દવાઓ, જીવનશૈલીમાં ફેરફારનો ઉપયોગ કરે છે. આ પ્રકારનું વ્યસન બની જાય છે. તે વ્યક્તિ અન્ય લોકો સાથે વાતચીત કરવા અથવા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવાને બદલે પોર્ન જોવામાં ઘણો સમય પસાર કરે છે. જો પોર્ન એડિક્ટના જીવનમાં આ વર્તન ચાલુ રહે છે, તો તે તેની કારકિર્દી, સંબંધો અથવા સુખાકારીને નુકસાન પહોંચાડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here