રાજકોટમાં મુખ્યમંત્રીનો ભવ્ય રોડ-શો: સી.આર.પાટીલ ની હાજરી

રાજકોટમાં મુખ્યમંત્રીનો ભવ્ય રોડ-શો: સી.આર.પાટીલ ની હાજરી
રાજકોટમાં મુખ્યમંત્રીનો ભવ્ય રોડ-શો: સી.આર.પાટીલ ની હાજરી

એરપોર્ટથી ડીએચ કોલેજ સુધીનાં માર્ગમાં ભૂપેન્દ્ર પટેલનું અભૂતપૂર્વ સ્વાગત: જુદા-જુદા સમાજ, જ્ઞાતિઓ અને સંગઠનો દ્વારા મુખ્યમંત્રીનો અનોખો સત્કાર
માર્ગમાં સ્વાગતનાં 80 સ્ટેજ પરથી ભાતીગળ નૃત્યો સાથે મુખ્યમંત્રીનું અભિવાદન: શહેર ભાજપ યુવા મોરચાનાં 1 હજારથી વધુ કાર્યકરોની કેસરી કેપ સાથે બાઈક રેલી

મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવખત રાજકોટની સતાવાર મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજકોટમાં ભવ્ય અને અભૂતપૂર્વ રોડ-શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપનાં આગેવાનો, વિવિધ જ્ઞાતિ અને સમાજનાં અગ્રેસરો, શહેરનાં શ્રેષ્ઠીઓ, સંતો-મહંતો અને જનમેદની એ

Visit Saurashtra Kranti Homepage here

હાજરી આપી મુખ્યમંત્રીને અભૂતપૂર્વ સત્કાર સાથે ફૂલડે વધાવ્યા હતા અને અદકેરૂં અભિવાદન કર્યું હતું. શહેરમાં ભારે ઉત્સવ જોવા મળ્યો હતો. રોડ-શોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ જોડાતા સમગ્ર રોડ-શો ભાજપનાં શક્તિ પ્રદર્શન સમાન બની રહ્યો હતો.

સવારે 11 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જયારે શહેર ભાજપ પ્રમુખ સહિતનાં આગેવાનો અને હોદ્દેદારોએ મુખ્યમંત્રીનું હૃદય પૂર્વક શાનદાર સ્વાગત કર્યું હતું. એ પછી એરપોર્ટથી ડીએચ કોલેજ સુધીનો રોડ-શો યોજાયો હતો.

રોડ-શો નાં સમગ્ર માર્ગ પર મુખ્યમંત્રીનું ઠેર-ઠેર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત માટે 80 સ્ટેજ બન્યા હતા. વિવિધ સમાજ, જ્ઞાતિઓનાં લોકોએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી હતી અને મુખ્યમંત્રીને આવકાર આપ્યો હતો.

સ્વાગત માટે 61 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. ભાતીગળ નૃત્યો સાથે મુખ્યમંત્રીને સત્કારવામાં આવ્યા હતા. રંગત ભર્યા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. દેશભક્તિનાં ગીતો અને સંગીતથી વાતાવરણ ખૂબ જ અભૂતપૂર્વ બની ગયું હતું અને ઉપસ્થિત જનમેદની દેશભક્તિનાં રંગે રંગાઈ ગઈ હતી.

મુખ્યમંત્રીનો રોડ-શો એરપોર્ટથી શરૂ થતા જ ચારેતરફ કેસરિયો રંગ જોવા મળ્યો હતો. એરપોર્ટથી કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ થઇને ધર્મેન્દ્રસિંહજી કોલેજ સુધી માર્ગમાં ઠેર-ઠેર મુખ્યમંત્રીનું કદી ન ભુલાઈ તેવું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રૂટ પર ઠેર-ઠેર કલરફૂડ હોર્ડીંગ્સ, બેનર, પાર્ટીનાં ઝંડા અને કેસરીયા સાફાથી અભિભૂત કરતા દ્રશ્યો સર્જાયા હતા. રોડ-શોનાં રૂટ પર મુખ્યમંત્રી પર પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવી હતી. સ્વાગત પોઈન્ટ પર આકર્ષક ફ્લોટ અને સુશોભિત સ્ટેજ બનાવવામાં આવ્યા હતા.

ડીજે-બેન્ડની સુરાવલીઓ સાથે દેશભક્તિનાં કાર્યક્રમોએ જમાવટ કરી હતી. વિવિધ સમાજનાં આગેવાનોએ પણ સન્માન કર્યું હતું. ક્ષત્રિય સમાજનાં આગેવાનોએ સાફો પહેરીને જયારે ભરવાડ અને રબારી સમાજનાં આગેવાનોએ પરંપરાગત વેશભુષા અને રંગબેરંગી છત્રી સાથે, વ્હોરા સમાજનાં આગેવાનોએ ટોપી પહેરીને,

આહિર આગેવાનોએ પરંપરાગત વેશભૂષામાં તથા જૈન સમાજ દ્વારા સફેદ વસ્ત્રો ધારણ કરીને અને પ્રજાપતિ સમાજે ચાખડાનું નિદર્શન કરીને મુખ્યમંત્રીને હદયનાં દ્વાર ખોલી વધાવી લીધા હતા. ખાસ ઉપસ્થિત સંતો-મહંતોએ મુખ્યમંત્રીને આશિર્વાદ આપ્યા હતા.

રોડ-શો માં ભાજપ યુવા મોરચાનાં 1 હજારથી વધુ કાર્યકરોએ કેસરી ટોપી ધારણ કરીને બાઈક સાથે જોડાઈ રંગ જમાવ્યો હતો. મુખ્યમંત્રીનાં અવિસ્મરણીય સ્વાગત માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ,

નરેન્દ્રસિંહ ઠાકુર વગેરે આગેવાનોએ જોરદાર અને સફળ આયોજન કર્યું હતું. આ રીતે રાજકોટની જનતા માટે રોડ-શો એકદમ યાદગાર અનુભવ બની ગયો હતો.

Read About Weather here

રોડ-શો પહેલા એરપોર્ટ પર શહેર ભાજપ પ્રમુખ અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીએચ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here