રાજકોટમાં માસ્કના રો-મટીરીયલની આડમાં દારૂની હેરાફેરી

માસ્ક
માસ્ક

Subscribe Saurashtra Kranti here

આરોપીએ આઇસરમાં માસ્ક નું રો-મટીરીયલ છે તેમ જણાવ્યું હતું

9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અનોખો નુસકો શોધી કાઢ્યો છે. બુટલેગરો હવે માસ્કના રો-મટીરીયલની આડમાં દારૂની હેરાફેરી કરવાની શરૂઆત કરતા મૂળ યુપીના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને એક આઇસર અને અલગ બ્રાન્ડની 396 નંગ વિદેશી દારુ બોટલ મળી કુલ 9,42,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આ અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પોલીસે ચોક્કસ બાતમીના આઘારે ગત મોડી રાત્રીના મોરબી રોડ બાયપાસ બેડી ચોક પાસે આરોપીને પકડવા વોચ ગોઠવી હતી.એ સમયે આઇસરમાં સવાર આરોપી ત્યાંથી પસાર થતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની આઇસર રોકવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરતા આરોપીએ આઇસરમાં માસ્ક નું રો-મટીરીયલ છે તેમ જણાવ્યું હતું

Read About Weather here

આ અંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા તપાસ કરતા આઇસરમાંથી 396 નંગ વિદેશી દારુ બોટલ મળી આવી હતી જેની કિંમત અંદાજે રૂપિયા 9,42,400 છે. આરોપી આરોપી ઇરફાનઅલી સૈયદ મૂળ યુપીનો વતની છે. તે આ દારુ જથ્થો ક્યાંથી લાવી કોને પહોંચાડવાનો હતો તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here