રાજકોટમાં પોલીસ કમિશનર વિરૂધ્ધ કોંગ્રેસના ધરણા-ઉગ્ર દેખાવ

રાજકોટમાં પોલીસ કમિશનર વિરૂધ્ધ કોંગ્રેસના ધરણા-ઉગ્ર દેખાવ
રાજકોટમાં પોલીસ કમિશનર વિરૂધ્ધ કોંગ્રેસના ધરણા-ઉગ્ર દેખાવ

15થી વધુ કાર્યકરોની અટકાયત કરતી પોલીસ, ધરણા કરતા કાર્યકરોની ટીંગાટોળી કરાઇ
કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા રક્ષક જ બન્યા ભક્ષક, હવાલાગીરી બંધ કરોના સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન
મનોજ અગ્રવાલ સામે તપાસ ચાલુ છે, જવાબ લેવાશે: ડીજીપી વિકાસ સહાયની જાહેરાત

રાજકોટમાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે લેટર બોમ્બ ફોડયા બાદ અને હપ્તાખોરીના આક્ષેપ કર્યા બાદ એકાએક રાજકારણનાં મેદાનમાં પણ ગરમાવો આવ્યો છે. આજે શહેરમાં પોલીસ કમિશનર કચેરી પાસેના જિલ્લા પંચાયત ચોકમાં સવારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સીપી વિરૂધ્ધ ધરણા શરૂ કરી દીધા હતા અને ઉગ્ર દેખાવો શરૂ કરતા પોલીસના ધાડેધાડા ઉતરી પડયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ કમિશનર વિરૂધ્ધ જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. પોલીસે 15 જેટલા કાર્યકરોની આગેવાનો સાથે અટકાયત કરી લીધી હતી. એક તબક્કે તો પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા અને થોડા સમય માટે ભારે અફરા તફરી મચી ગઇ હતી.

સવારે જિલ્લા પંચાયત ચોકમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ધરણા પર બેસી ગયા હતા. રક્ષક જ બન્યા ભક્ષક, હવાલાગીરી બંધ કરોના સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન થયા હતા. પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો હતો અને 15થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. ટીંગાટોળી કરીને પોલીસ વેનમાં બેસાડવામાં આવ્યા હતા.

દરમ્યાન પોલીસ કમિશનર સામેના હપ્તાખોરીના ગંભીર આક્ષેપોની તપાસ ચલાવી રહેલા રાજયના ડીજીપી વિકાસ સહાય દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, રાજકોટના સીપી મનોજ અગ્રવાલ સામે તપાસ ચાલુ છે. તોડ કાંડના આક્ષેપ અંગે મનોજ અગ્રવાલનો જવાબ લેવામાં આવશે.

ભાજપનાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે બે દિવસ પહેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને ગંભીર આક્ષેપ કર્યો હતો કે, રાજકોટના સીપી લોકોના ડુબેલા નાણા ટકાવારી લઇને વસુલવાનું કામ કરી રહયા છે. આ અંગેની લેખીત ફરીયાદ રાજકોટના મહેશ સખીયાએ કરી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. સખીયાના ડુબી ગયેલા 15 કરોડ વસુલી દેવા માટે કમિશનરે 15 ટકા હિસ્સો માંગયો હતો અને એ પેટે રૂ.75 લાખ જેટલી રકમ એક પીઆઇ મારફત કમિશનરને આપી પણ દેવાઇ હતી.

Read About Weather here

15 કરોડની છેતરપીંડી અંગે હાલ બે આરોપી જેલમાં છે અને ત્રીજાએ મેળવેલા આગોતરા જામીન રદ કરાવવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટનું આ પ્રકરણ હવે ગરમા ગરમ રાજકીય મુદ્ો પણ બની ગયું છે. કોંગ્રેસે આ મામલાને ગંભીર ગણાવ્યો છે અને ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કરીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એવી તીખી ટકોર કરી હતી કે, ભ્રષ્ટાચાર ભાજપની ગળથુંથીમાં છે. જગદીશ ઠાકોરે એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોને દબાવવાનો ટાર્ગેટ ભાજપ સરકારે નક્કી કર્યો છે. ભાજપના રાજમાં ગુન્હેગારો બેખોફ બની ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here