રાજકોટમાં કોરોના બ્લાસ્ટ : વિક્રમી નવા 243 કેસ, વધુ 3ના મોત

રાજકોટ
રાજકોટ

Subscribe Saurashtra Kranti here

રાજકોટ સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન ઉદય કાનગડને કોરોનાનો ચેપ

ગુજરાતમાં કુલ 8ના મોત, સતત 2 હજારની દૈનિક સપાટી વટાવતા કોરોના કેસ, સુરતમાં 144 મી કલમ લાગુ, ભંગ કરનારા 18થી વધુની અટકાયત

ભાવનગર ભાજપના પ્રમુખને પણ ચેપ લાગ્યો, પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ સંક્રમીત, ગાંધીનગર સર્કિટ હાઉસના મેનેજર સહિત 14 કર્મચારીઓને કોરોના લાગુ : ખળભળાટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાનો રાક્ષસ બેફામ ગતીથી આગળ વધી રહયો છે. ગુજરાતમાં મહાનગરો સુરત, અમદાવાદ અને રાજકોટમાં કોરોનાના દૈનીક કેસો વિક્રમી સપાટી પાર કરી ગયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 3 અને રાજયોમાં 8 વ્યકિતઓનું કોરોનાથી મૃત્યુ થયાનું આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આ રીતે હોળી-ધુળેટી પર્વ પર કોરોનાનો કકડાટ નિકળ્યો નથી અને મહામારી વધુને વધુ અજગર ભરડો લઇ રહી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 409 નવા કોરોના કેસો નોંધાયા છે. જેમાં દરરોજની જેમ સૌથી અગ્રેસર રહેતા રાજકોટમાં વિક્રમી 243 નવા કેસો નોંધાયા હતા. જો કે બે દિવસના પ્રમાણમાં આજે મૃત્યુ આંક ઘટયો હોવાથી આરોગ્ય તંત્રને થોડી રાહત થઇ છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે પણ ફરી 2252 જેટલા નવા કેસો નોંધાયા હતા. છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસોનો ઉછાળો 2 હજારની સપાટી ક્રોશ કરી રહયો છે. રાજયમાં કુલ 8ના મૃત્યુ થયાનું નોંધાયું છે.

ગુજરાતમાં રાજકોટની જેમ કોરોના હબ બનેલા સુરત મહાનગરમાં સતત વધતા જતા સંક્રમણને કારણે 144મી કલમ ગઇકાલથી લાગુ કરવામાં આવી છે. 13 એપ્રીલ સુધી અમલમાં રહેશે. ગઇકાલથી અત્યાર સુધીમાં કલમનો ભંગ કરવા બદલ 400થી વધુ લોકો સામે કેસો નોંધાયા છે અને 18થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. સુરતમાં સંક્રમણને કાબુમાં લેવા માટે રસીકરણનું પ્રમાણ વધે એ માટે સ્થાનિક ભાજપ મેદાનમાં આવ્યું છે. ઘરે ઘરે જઇને રસી માટે લાયક કોણ છે તેનો સર્વે કરવામાં આવી રહયો છે.

રસીકરણ કેન્દ્ર પર લઇ જવા માટે વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8ના મોત સાથે રાજયનો કુલ મૃત્યુ આંક વધીને 4500 પર પહોંચી ગયો છે. સુરતમાં દરરોજ 50 લોકોનું રસીકરણ કરાવવાનું ભાજપે લક્ષ્યાંક નક્કી કર્યુ છે. સુરતમાં બે ડોઝ રસીના લીધા બાદ વધુ બે આરોગ્ય કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે.

અમદાવાદમાં કોરોનાના કેસો રોજેરોજ 600ની સપાટી વટાવી રહયા છે. કુલ 275 વિસ્તારોને માઇક્રો ક્ધટેમેઇન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ આઇઆઇએમમાં કોરોના બેકાબુ બની રહયો છે. વધુ 9 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને કોરોના લાગુ થયો છે. આ રીતે કુલ 63 વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમીત થઇ ગયા છે. ભાવનગર ભાજપના પ્રમુખને કોરોના લાગુ કર્યાનું જાહેર કર્યુ છે. ગાંધીનગર સકીટ હાઉસના મેનેજર સહિત 14 કર્મચારીઓને કોરોના સંક્રમીત થતા ખળભળાટ મચી ગયો છે. તમામને હોમકવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. રાજકોટ મનપાની સ્ટેન્ડીંગ કમિટિના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા ઉદય કાનગડ કોરોના સંક્રમીત થતા હાલ હોમકવોરન્ટાઇન થઇ ગયા છે.

Read About Weather here

એ જ રીતે વોદરાના જાણીતા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર ઇરફાન પઠાણને પણ કોરોના લાગુ થયો છે. આઇપીએલ લીજેન્ડમાં રમનારા આ ત્રીજા ક્રિકેટર કોરોના સંક્રમીત થયા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 409 નવા કેસો નોંધાયા છે. એમાં રાજકોટમાં 242, ભાવનગરમાં 45, જામનગરમાં 33, મોરબીમાં 25, અમરેલીમાં 19, જૂનાગઢમાં 15, સુરેન્દ્રનગરમાં 13, દેવભૂમી દ્વારકામાં 6 નવા કેસો નોંધાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here