રાજકોટમાં એક દિવસમાં 6 લોકોને ભરખી જતો કોરોના

RAJKOT-CORONA-રાજકોટ
RAJKOT-CORONA-રાજકોટ

રાજકોટ માટે ગુરૂવાર કાળો દિવસ પુરવાર થયો

વડોદરાના ચીફ આઇટી કમીશ્ર્નર સહિતના 27 કર્મચારીઓ સંક્રમીત, રાજયના 29 જિલ્લાના એક્ટિવ કેસ જેટલા એકલા સુરત મહાનગરમાં

Subscribe Saurashtra Kranti here

અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજયભરમાં મહામારીનું તાંડવ નૃત્ય, કુલ 8ના મોત, ગુજરાતમાં એક દિવસમાં 1710 નવા કેસોનો વિક્રમ નોંધાયો

રાજકોટ અને વડોદરા ઇન્કમ ટેક્ષ કચેરીઓમાં પણ કોરોનાનો પગ પેસારો, ભારે ફફડાટ, રાજકોટના ઇન્કમટેક્ષ કમિશ્ર્નર સીરોહા સારવાર માટે જામનગર ખસેડાયા

રાજકોટ માટે ગુરૂવાર કાળો દિવસ પુરવાર થયો છે. રાજકોટ કોવિડ હોસ્પિટલમાં લાંબા સમય બાદ કોરોનાથી એક દિવસમાં 6 મૃત્યુ થયાનું નોંધાતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન રાજયમાં કુલ 8 મૃત્યુ થયાં છે. તે પૈકીના 6 મોત એકલા રાજકોટમાં નોંધાતા નાગરીકોમાં ફફડાટ ફેલાયો છે અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજયમાં સતત ત્રીજા દિવસે એક દિવસીય કેસોની સંખ્યામાં વિક્રમ નોંધાયો છે અને 1710 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. સૌથી વધુ હોટસ્પોટ બનેલા સુરત મહાનગરમાં નવા સ્ટ્રેનના કેસો ઘાતક બની રહયા છે અને રોજેરોજ ઉછાળો મારી રહયા છે. નવા સ્ટ્રેનમાં તાવ અને શરદી જેવા લક્ષણ જોવા મળતા નથી પરંતુ હાથની આંગળી અને પગના ટેરવા ફીક્કા પડી જાય છે અને ખંજવાળ આવવા લાગે છે.

ગુજરાતમાં સરકારી કચેરીઓ પર કોરોના મહામારીએ રીતસર આક્રમણ કર્યુ હોય તેમ રોજે રોજ અલગ અલગ કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સંક્રમીત થઇ રહયાના અહેવાલો મળી રહયા છે. આજે રાજકોટના ઇન્કમ ટેક્ષ કમિશ્ર્નર સીરોહા કોરોના સંક્રમીત થઇ જતા જામનગરની જીજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. એજ રીતે રાજકોટ રેલવે, અદાલતોમાં પણ નવા કેસો જોવા મળી રહયા છે. વધુ બે જજ સંક્રમીત થયા છે. રેલવેમાં 40થી વધુ કર્મચારીઓને કોરોના લાગુ પડયો છે.

વડોદરા ઇન્કમ ટેક્ષ કચેરીમાં પણ કોરોનાએ ફુંફાડો માર્યો છે. ચીફ કમીશનર, બે જોઇન્ટ કમીશનર સહિતના 27 કર્મચારીઓ કોરોના સંક્રમીત થતા હાહાકાર મચી ગયો છે. સુરતમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ટેક્સટાઈલ માર્કેટ અને હિરા બજારમાં રોજે રોજ નવા કેસો બહાર આવી રહયા છે. કાપડ બજારમાં વધુ 61 કર્મચારીઓ કોરોના ગ્રસ્ત થયા છે. સુરતમાં આજે એક દિવસમાં 24 પોલીસ કર્મીઓ સંક્રમીત થયા છે અને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સુરતમાં બહારથી આવેલા લોકોનું સંઘન ચેકીંગ કરવાની માંગણી થઇ રહી છે. ગુજરાતમાં એક દિવસમાં 1790 કેસનો ફરી વિક્રમ સર્જાયો છે. એ જ રીતે સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 297 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 164, ભાવનગરમાં 38, જામનગરમાં 35, અમરેલીમાં 14, મોરબીમાં 12, જૂનાગઢમાં 8, દ્વારકામાં 7, સુરેન્દ્રનગરમાં 8 નવા કેસો નોંધાયા હતા.

Read About Weather here

સુરતમાં નવા કેસોમાં 680 ટકાનો ઉછાળો આવ્યો છે. જેના કારણે રાજયમાં રિકવરી રેઇટ પણ ઘટી ગયો છે. દાહોદમાં શ્રીરામ કો.ઓપરેટીવ બેંકના 6 કર્મચારી સંક્રમીત થતા બેંક બંધ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા 2,92,218 થઇ ગઇ છે. રાજયના 29 જિલ્લાઓમાં જેટલા એક્ટિવ કેસ છે. એટલા માત્ર સુરતમાં નોંધાયા છે. સુરતમાં યુ.કે. અને આફ્રીકાના સ્ટ્રેનના નવા કેસો પણ વધી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here