રાજકોટમાં આજે ઇન્ડિયન ટીમનું આગમન: કાલે પ્રેક્રિટસ

રાજકોટમાં આજે ઇન્ડિયન ટીમનું આગમન: કાલે પ્રેક્રિટસ
રાજકોટમાં આજે ઇન્ડિયન ટીમનું આગમન: કાલે પ્રેક્રિટસ

શુક્રવારે એસસીએ સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે રમાનારી ટી-20 મેચના જોવા માટે ક્રિકેટરસિકો થનગની રહ્યા છે. એકંદરે આજથી રાજકોટ ક્રિકેટમય બની ગયું છે કેમ કે ક્રિકેટરો આજથી રાજકોટ આવી પહોંચ્યા છે. કાલે બન્ને ટીમો તનતોડ પ્રેક્ટિસ કરીને શુક્રવારે મેદાને ઉતરશે.આજે રાજકોટ આવી પહોંચેલા ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ક્રિકેટરસિકોએ એરપોર્ટ ઉપરાંત હોટેલની બહાર કલાકો સુધી ધામા નાખી દીધા હતા. કોઈ ક્રિકેટરસિક ખેલાડીની નજીક ન પહોંચી જાય તે માટે પોલીસ દ્વારા પણ સજ્જડ બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે. એકંદરે આજથી ત્રણ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો રાજકોટમાં હોવાથી શહેર ક્રિકેટમય બની જવા પામ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આવતીકાલે બપોરે 1 વાગ્યે સાઉથ આફ્રિકાની ટીમે સ્ટેડિયમ પર પરસેવો પાડશે તો સાંજે 5 વાગ્યાથી ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પર પહોંચીને નેટ પ્રેક્ટિસ કરશે.ક્રિકેટરસિકો બરાબર જાણતાં હશે કે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમની પીચ બેટર્સને યારી આપતી મતલબ કે બેટધરો માટે મદદગાર ગણાતી આવી છે. આ સાથે જ બન્ને ટીમમાં એક-એકથી ચડિયાતા બેટર્સ હોવાને કારણે અહીંની બેટિંગ ફ્રેન્ડલી પીચ ઉપર રનોનું રમખાણ થશે તેવી સંભાવનાને પણ નકારી શકાતી નથી.

Read About Weather here

અત્રે ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને હોટેલ સયાજીમાં ઉતારો આપવામાં આવ્યો છે તે આફ્રિકી ખેલાડીઓને હોટેલ ફોર્ચ્યુનમાં રોકાણ આપવામાં આવ્યું છે ત્યારે બન્ને હોટેલો દ્વારા પણ ખેલાડીઓની આગતા-સ્વાગતામાં ક્યાંય ઉણપ ન રહી જાય તે માટે છેલ્લે સુધી તૈયારીઓ કરી લેવામાં આવી છે.એસીપીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે મેચ દરમ્યાન એક એસપી, પાંચ ડિવાય એસપી, 10 પીઆઇ, 40 પીએસઆઇ, 232 એએસઆઇ, એચસી, પીસી, 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલી અને બે બીડીડીએસનો બંદોબસ્ત તૈનાત રહેશે.(9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here