રાજકોટની મેકિડલ કોલેજમાં ધુળ ખાતા ‘ધમણ-1’!

રાજકોટ
રાજકોટ

રાજકોટમાં કોરોનાનું ભયાનક મોજું ફરી વળ્યું છે

રાજકોટ શહેર કોંગ્રેસ મહિલા દ્વારા ભાંડો ફોડતા સિવિલ હોસ્પિટલના જવાબદારી અધિકારીઓ ફટાફટ દોડી આવી મીડિયા સમક્ષ પોપટની જેમ બોલવા લાગ્યા-હાલમાં અપટેડ વર્ઝન ધમણ-3 વેન્ટિલેટરનો ઉપયોગ કરાય છે જરૂર પડયે ધમણ-1નો ઉપયોગ થાય છે

મે મહિનામાં અપાયેલા ધમણ-1 ના બિનઉપયોગીતા અંગે પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ સવાલો ઉઠાવતા સિવિલ સત્તાધીશોનો પરસેવે રેબઝેબ

રાજકોટમાં કોરોનાનું ભયાનક મોજું ફરી વળ્યું છે. મેડિકલ ક્ષેત્રની સુવિધાના અભાવે લોકો ટપોટપ મરી રહ્યા છે.ત્યારે રાજકોટ મેડિકલ કોલેજના સ્ટોર રૂમમાં ધૂળ ખાતા ધમણ કંપનીના 150 થી વધુ વેન્ટિલેટર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગાયત્રી બા વાઘેલાની ટીમે શોધી કાઢતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવના પગલે સિવિલ સત્તાધીશોની ઢાંક પીછોડો કરવા સિક્યુરીટી ગાર્ડની ટીમે દોડી જઈને કોંગ્રેસની ટીમને બહાર ખદેડી મૂકી હતી. કોરોના મહામારી વચ્ચે 150 થી વધુ વેન્ટિલેટરો શુ કામ ઉપયોગમાં ન લેવાયા તે પણ તપાસનો વિષય છે.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાના કારણે રાજકોટ શહેરનો મેડીકલ સંસાધનોની મોટી અછત સર્જાણી છે. જેમાં કારણે અનેક દર્દીઓ મોતનામુખમાં ધકેલાઈ રહ્યા છે અને આ મોતના સીલસીલાને રોકવા માટે રાજ્યનું આરોગ્ય તંત્ર વામણું પુરવાર થઇ રહ્યું છે. રાજ્યના આરોગ્ય સચિવથી લઇ, આરોગ્ય મંત્રી અને ખુદ મુખ્યમંત્રી આ બાબતેજીલ્લા વહીવટી તંત્રને સાથે રાખી અનેક મીટીંગો યોજી ચુક્યા છે છતાં આજે પણ રાજકોટ શહેરમાં વધારાના કોવીડ સેન્ટરો ઉભા કરવામાં અને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન અને વેન્ટીલેટર બેડ સાથેની સુવિધા આપવામાં ઘોર બેદરકારી સામે આવી રહી છે.

કોરોના મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલની સ્વાસ્થ્ય વ્યવસ્થા પણ ભાંગી પડી છે. રાજકોટની સિવિલ-33 ખાનગી હોસ્પિટલમાં બેડ ઓક્સિજન, વેન્ટીલેટર, જીવન રક્ષક દવાઓની અછત સર્જાઈ રહી છે. ત્યારે કોરોના મહામારી-1 માં રાજ્ય સરકારે જ્યોતિ સીએનસી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી કરોડો રૂપિયાના ખર્ચે રૂ. 1 લાખની કિંમતના ધમણ-1 નામના વેન્ટીલેટરો સરકારી હોસ્પિટલને આપ્યા હતું. પરંતુ મે-2020માં એક પણ વેન્ટીલેટરને ઇન્સ્ટોલેશન કર્યા વગર રાજકોટની મેડીકલ કોલેજના રૂમમાં મૂકી દેવામાં આવ્યા હતા. કોરોનાની બીજી લહેરમાં હજારો દર્દીના ભોગ લેવાઈ ગયા બાદ પણ આ વેન્ટીલેટરો બિનઉપયોગી થઇ ભંગાર હાલતમાં પડ્યા રહ્યા હતા.

Read About Weather here

કોરોનાની લહેર-1 થી 2 સુધીમાં સિવિલ સતાધીશોએ શું કામ આ વેન્ટીલેટરોને ઇન્સ્ટોલેશન ન કર્યા તે પણ તપાસનો વિષય રાજ્ય સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટેધમણ-1 નામના વેન્ટીલેટર મશીનોની ફાળવણી કરવામાં આવી હતી અને તે મશીનો રાજકોટ પહોંચી ચુક્યાને આજે 10 મહિના જેટલો સમય વિતવા છતાં આ વેન્ટીલેટર મશીનો યોગ્ય જગ્યા અને યોગ્ય માત્રામાં ઉપયોગ થઇ શક્યો નથી ને આવા 100 થી ઉપરનાં મશીનો સરકારી મેડીકલ કોલેજોમાં ધૂળ ખાઈ રહ્યા છે અને કોરોના દર્દીઓ માટે વેન્ટીલેટર બેડની તીવ્ર અછત છે અને ખાનગી હોસ્પિટલો વેન્ટીલેટર બેડ માટે તગડી ફી વસુલે છે. ત્યારે સરકારી તંત્રની ઉદાસનીતા અને ઘોર લાપરવાહીનાં કાર્યો રાજકોટ અને સૌરાષ્ટ્રના સામાન્ય અને ગરીબ દર્દીઓને આ વેન્ટીલેટર બેડનો લાભ મળતો નથી.

ત્યારે છેલ્લા દસ-પંદર દિવસથી વેન્ટીલેટર મશીનો આવી ગયા હોવા છતાં શા માટે આ મશીનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. (ઇન્સ્ટોલેશન) જે અંગે તાત્કાલિક ધોરણે આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવી અને આ બાબતમાં ક્ષતિપૂર્તતા જણાય તો આ કામનાં જવાબદારો સામે પણ પગલાઓ ભરી તાત્કાલિક લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવા ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મનીષાબા વાળાએ વ્યાપીક તપાસની માંગ કલેકટર તંત્ર પાસે કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here