રવિવારે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ તથા ટ્રાફિક જનજાગૃતિ કાર્યક્રમ

રવિવારે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ તથા ટ્રાફિક જનજાગૃતિ કાર્યક્રમ
રવિવારે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ તથા ટ્રાફિક જનજાગૃતિ કાર્યક્રમ
રાજકોટ ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા તા.19 ને રવિવારના રોજ સાંજે 5 થી 8 વાગ્યે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ ટ્રાફિક જન જાગૃતિ અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું આયોજન ઠાકોરજી આરકેડ દેવપરા ચોકથી આગળ એસ.બી. આઇ બેન્કની આગળ કોઠારીયા મેઈન રોડ ખાતે કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઓટો રિક્ષા ડ્રાઇવર તેમજ તેના પરિવારનું આરોગ્ય અને જીવનધોરણ સુધરે, ઓટો રીક્ષા ડ્રાઈવરને ટ્રાફિકના નિયમોની સમજણ આવે જાણકારી આવે અને નિયમો પાલન કરવા જાગૃત થાય, તથા પોલીસ અને ઓટો રીક્ષા ડ્રાઇવર વચ્ચે સમન્વય તથા સુસંબંધ જાળવી રાખવા માટેનો છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, કમિશનર રાજુ ભાર્ગવ તેમજ ગુજરાત રાજ્ય ઓટોરીક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહેશે.

Read About Weather here

આ કાર્યક્રમમાં લોટસ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના સહયોગથી જરૂરીયાતમંદ દર્દીઓ માટે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડોક્ટર અજય પરમાર એમડી મેડિસિન ડોક્ટર જીમિત છાત્રાલા એમએસ ગાયનેક ડોક્ટર વિરલ વસાવડા એમ એસ જનરલ સર્જન હિરેન આકોલા એમ એસ ઓર્થો હોસ્પિટલના મેન ડોક્ટર નિલેશ ભીમજીયાણી પોતાની સેવા વિનામૂલ્યે આપશે. આ કેમ્પમાં આવેલ આ દર્દીઓને રાહતદરે લેબોરેટરી એક્સ-રે તેમ જરૂરિયાતમંદ દર્દીઓને રાહતદરે ઓપરેશનની સુવિધા કરી આપવામાં આવશે.આ ઉપરાંત આ કાર્યક્રમમાં ટ્રાફિકના નિયમો વિશેની જાણકારી પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવશે તેમજ જ્ઞાનોદય સ્કૂલના બાળકો દ્વારા દેશ ભક્તિનો પ્રોગ્રામ, અને સંસ્કાર કલા કેન્દ્ર દ્વારા દેશભક્તિનો કાર્યક્રમ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ ઓટો રીક્ષા એસોસિએશનના અનવરભાઈ માડકિયા, પ્રતિપાલસિંહ જાડેજા , રજાકભાઈ કુરેશી, રવિભાઈ ગોંડલીયા, એજાજભાઈ પિંજારા સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here