રઘુવંશી સમાજના આઈ.એ.એસ, આઈ.પી.એસ પોલીસ કર્મચારીઓ અને ભારતીય સેનાનાં નિવૃત અધિકારીઓનું સન્માન

રઘુવંશી સમાજના આઈ.એ.એસ, આઈ.પી.એસ પોલીસ કર્મચારીઓ અને ભારતીય સેનાનાં નિવૃત અધિકારીઓનું સન્માન
રઘુવંશી સમાજના આઈ.એ.એસ, આઈ.પી.એસ પોલીસ કર્મચારીઓ અને ભારતીય સેનાનાં નિવૃત અધિકારીઓનું સન્માન

સંગઠન દ્વારા અલગ-અલગ જીલ્લા અને તાલુકાઓમાં ફરજ બજાવતા રઘુવંશી સમાજનાં અધિકારીઓનું સન્માન કરાયું

રઘુવંશી સમાજના 16 વર્ષની દીકરી શ્રેયાબહેન લાખાણીને થેલેસેમિયા મેજર બીમારીના ઓપરેશન માટે ૩૫ લાખ રૂપિયાની જરૂરિયાત ઉભી થઇ હતી. ત્યારે  રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કાછેલા ધવલભાઈ ઉર્ફ કે.ડી.રધુવંશી એ જાહેર જનતાને તેમજ રઘુવંશી સમાજને સોશિયલ મીડિયા મારફતે અપીલ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ સંગઠનની સમગ્ર ટીમ રાજકોટ ગૌરવ પ્રેસની મુલાકાતે આવ્યા હતા. રાજકોટ ગૌરવ ન્યૂઝપેપર મારફતે જાહેર જનતાને અપીલ કરી હતી. બાદમાં ઘણો સહકાર મળ્યો હતો અને 1 જ મહિનામાં 35 લાખ જેવડી મોટી રકમ એકત્રિત કરવામાં સફળતા મળી હતી.

તેમજ થોડા સમય બાદ અમદાવાદમાં આવેલ શેલબી હોસ્પિટલમાં માંધવીબહેન ઠક્કરનું ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે ઓપરેશનુંની સારવાર દરમિયાન ડોકટરની ભૂલ રહી ગઈ હોય તેથી તેમના સુપુત્રી બંસરીબહેન ઠક્કર શેલબી હોસ્પિટલ વિરુદ્ધ જંગ છેડી હતી.

ત્યારે રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એ બંસરી બહેનના સપોર્ટ માટે અમદાવાદ રવાના થવા અપીલ કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં યુવાનો આંદોલનમાં જોડાયા હતા.

15 મી ઓગષ્ટ ભારતના 75 માં સ્વતંત્રતા પર્વ બાદ રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કાછેલા ધવલભાઈ  રઘુવંશીએ અમદાવાદ, કચ્છ, જામખંભાળિયા, જામનગર વગેરે જિલ્લાઓમાં સંગઠનના હોદેદારો તેમજ સભ્યોઓને માર્ગદર્શન આપી રઘુવંશી સમાજના ક્લેટકર આઈ.પી.એસ, પોલીસ કર્મચારીઓ અને ભારતીય સેનાના નિવૃત અધિકારીઓનું સન્માન કરવા સૂચન કરેલ હતું અને સંગઠન દ્વારા અલગ-અલગ જિલ્લા તેમજ તાલુકાઓમાં ફરજ બજાવતા રઘુવંશી સમાજના દરેક અધિકારીઓનું સન્માન કરાયું હતું.

Read About Weather here

રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કાછેલા ધવલભાઈ રઘુવંશી સાથે આગળ વાંચ ચિતમાં જણાવેલ કે હવે ભવિષ્યમાં દશેરાએ રઘુવંશી સમાજની સંસ્કૃતિ અને પરંપરાને આગળ વધારવા ભવ્ય શસ્ત્ર પૂજા કરવામાં આવશે અને રઘુવંશી સમાજના યુવાનોને સરકારી ભરતીમાં આગળ વધવા માટેના યોગ્ય કાર્યો કરવામાં આવશે. તેમ રઘુવંશી યુવા શક્તિ સંઘની યાદીમાં જણાવ્યું છે.(૭.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here