મોરબીના રવાપર ગામે ગંભીર રીતે દાઝી ગયેલા પ્રૌઢાનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

ટંકારાના લજાઈ ગામે આધેડને સર્પે દંશ દેતા સારવારમાં મૃત્યુ

મોરબી તાલુકાના રવાપર ગામે રહેતા પ્રોઢા અકસ્માતે દાઝી ગયા હતા પ્રૌઢનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા  મળતી વિગત મુજબ મોરબીના રવાપર ગામે રહેતા જસુબેન મહેશભાઈ પાડલીયા નામના 57 વર્ષના  પ્રોઢા પોતાના ઘરે સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે અકસ્માતે દાઝી ગયા હતા

ગંભીર રીતે દાઝી ગયેલા પ્રોધાને સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રૌઢાનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક પ્રોઢાને સંતાનમાં એક પુત્ર અને પ્રોઢાને માનસિક બીમારી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા લક્ષ્મણભાઇની વડીએ પેટીયું રળવા આવેલા મુકેશભાઇ મંગલભાઈ ભીલ નામના 45 વર્ષના પરપ્રાંતીય પ્રૌઢ રાત્રિના વાડીએ કામ કરતા હતા ત્યારે સાપ કરડી ગયો હતો અને પ્રૌઢને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Read About Weather here

જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક પ્રૌઢને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.(5.5)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here