મોંઘવારીનો માર: પેટ્રોલ-ડિઝલ-સિંગતેલ બાદ ખાંડના ભાવમાં રૂ.2 નો વધારો

મોંઘવારીનો માર: પેટ્રોલ-ડિઝલ-સિંગતેલ બાદ ખાંડના ભાવમાં રૂ.2 નો વધારો
મોંઘવારીનો માર: પેટ્રોલ-ડિઝલ-સિંગતેલ બાદ ખાંડના ભાવમાં રૂ.2 નો વધારો

કોરોનાથી કળ વળી નથી ત્યાં મોંધવારીએ માજા મુકતા પટ્રોલ, ડીઝલ, દૃૂધ અને ખાદ્યતેલના ભાવ માં વધારો થતાં લોકોના ઘરનાં બજેટ ખોરવાઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આટલું ઓછું હોય તેમ હવે ખાંડના ભાવ માં પણ પ્રતિ કિલોએ રૂા.2નો ભાવ વધારો થયો છે. જેના લીધે હવે પ્રતિ કિલો ખાંડનો ભાવ રૂા.40એ પહોચ્યો છે.

એટલે જેની ચુસ્કીથી સેંકડો લોકોની સવાર પડે છે તે ચાનો સ્વાદૃ પણ હવે કડવો બનશે.શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે, ત્યારે ખાદ્યતેલથી લઈ અનેક ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે.

જે લોકો ચાના શોખીન છે તેમના માટે માઠા સમાચાર આવ્યા છે કે , ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ રૂા.બેનો વધારો થયો છે. અગાઉ એક જાણીતી કંપનીના દૂધના ભાવમાં પણ વધારો થયો હતો તેની શાહી સૂકાઈ નથી ત્યાં ખાંડમાં વધારો થયો છે.

ગત મહિને સરકાર દ્વારા ખાંડનો ક્વોટો જાહેર કરાયા બાદૃ માત્ર 14 દિૃવસમાં ક્વિન્ટલ એટલે કે 100 કિલોએ રૂા.150થી 200નો વધારો કરાયો છે. હોલસેલમાં ખાંડ ડી-1 ક્વિન્ટલના ભાવ રૂા .3400 હતા તે વધીને હવે રૂા.3550 થયા છે.

જ્યારે ખાંડ સી-1 ક્વિન્ટલના ભાવ રૂ.3550 હતા તે વધીને 3750 થયા છે. ખાંડ એક કિલોનો ભાવ જ્યાં રૂા.37.50 થી રૂ .38 હતો તે વધીને રૂા .40એ પહોંચ્યો છે.

ભાવ વધવા પાછળનું કારણ જણાવતા વેપારી સૂત્રો કહે છે કે, કેન્દ્ર સરકારે ગત માસે 22 લાખ ટન ખાંડનો ક્વોટો જાહેર કર્યો છે. આગલા માસ કરતાં એક લાખ ટન ખાંડનો ક્વોટો ઓછો જાહેર કરતાં ખાંડના ભાવ વધી રહૃાા છે .

Read About Weather here

બીજી તરફ્ ખાંડનો ઓછો ક્વોટો અને કોરોના મહામારી બાદૃ સમગ્ર દૃેશમાં હોટલો સહિતના ઉધોગોમાં ખાંડની ડિમાન્ડ વધી છે જેના કારણે પણ ભાવમાં વધારો થયો છે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here