મેટોડા તેમજ ખીરસરા ગામની આજુબાજુનાં ભાગે આવેલ પ્રદુષિત થયેલ જમીનોને એગ્રીકલ્ચર ઝોનમાંથી ઉદ્યોગ ઝોનમાં મુકવા માંગ

મેટોડા તેમજ ખીરસરા ગામની આજુબાજુનાં ભાગે આવેલ પ્રદુષિત થયેલ જમીનોને એગ્રીકલ્ચર ઝોનમાંથી ઉદ્યોગ ઝોનમાં મુકવા માંગ
મેટોડા તેમજ ખીરસરા ગામની આજુબાજુનાં ભાગે આવેલ પ્રદુષિત થયેલ જમીનોને એગ્રીકલ્ચર ઝોનમાંથી ઉદ્યોગ ઝોનમાં મુકવા માંગ

ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને રજૂઆત: ખેડૂતોની મુશ્કેલી નિવારવા જરૂરી કાર્યવાહી કરવા માંગ

ભારતીય કિસાન સંઘ રાજકોટ દ્વારા આજે મેટોડા જી.આઈ.ડી.સી નાં ઉદ્યોગોની આજુબાજુની પ્રદુષિત જમીન અંગે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો કલેકટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આવેદનમાં જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાનાં લોધીકા તાલુકાના કાલાવડ રોડ પરના મેટોડા ગામે છેલ્લા 30 વર્ષથી GIDC ની સ્થાપના કરવામાં આવેલ છે. આ GIDCની જમીનમાં મોટા ઉદ્યોગો તેમજ નાના- મોટા કારખાના આવેલ છે. આ GIDC ના આજુ-બાજુના ભાગે આવેલ ખીરસરા તથા મેટોડા ગામના આશરે 250 ખેડૂતોની જમીન છેલ્લા 20 વર્ષથી ગ્રીન ઝોનમાં આવેલ છે.

આ GIDC ના કારણે કારખાનાઓ દ્વારા પોતાની ફેકટરી ઉદ્યોગોમાંથી નીકળતો કચરો, કેમીકલ, ફાઉન્ડ્રી ની વેસ્ટેજ માટી, પ્લાસ્ટીકના કારખાનાંનો પ્લાસ્ટીક વેસ્ટેજ તેમજ ફેક્ટરીમાંથી નીકળતા કેમીકલ અને ધુમાડાના કારણે ખેતીવાડીમાં મહેનત કરવા છતાં અમોને પુરતું વળતર મળતુ નથી. તેમજ કારખાનામાંથી નીકળતા અમુક કચરા નાશ પામતા નથી. તેને તે લોકો સળગાવતા અમુક દિવસ સુધી સળગ્યા કરે છે.

જેના ધુમાડા તેમના ખેતરનાં પાકને નુકશાન કરે છે. માલ- ઢોર પણ બિમાર પડી જાય છે. કેમકે તેને પીવાનું પાણી પ્રદુષિત હોવાથી અને કેમીકલ યુકત કદડા જમીનમાં ઉતરતા જમીનના તળના પાણી ખેતીના પાકને લાયક ન હોવાથી ખેડૂતોને ઉત્પાદન મળતુ નથી. બાજુમાં GIDC હોવાને કારણે ખેતી માટે ખેત મજુર પણ મળતા નથી. તેમજ GIDC ના પ્રદુષણના કારણે ખેત ઉત્પાદન પૂર આવતું ન હોવાને કારણે આ જમીન ભાગમાં ભાગીયા પણ કોઈ વાવવા તૈયાર નથી.

આમ GIDC આજુ-બાજુના ખેડૂતો આર્થિક રીતે ભાંગી જતા હોય અને બાજુમાં GIDC હોય અને ખેડૂતોની જમીન છેલ્લા 20 વર્ષથી ગ્રીન ઝોનમાં હોવાથી વેચી પણ શકતા નથી. ખેત ઉત્પાદન આવતું ન હોવાના હિસાબે ખેતી માટે આ જમીન કોઈ ખરીદતા પણ નથી તેમજ ગ્રીન ઝોન હોવાના કારણે ઉદ્યોગવાળા પણ અમારી જમીન ખરીદી શકતા નથી. આવી ખેડૂતોની મુશ્કેલીનાં નીવારણ માટે GIDC ની આજુ-બાજુની જમીનને ઉદ્યોગ ઝોનમાં મુકવાની માંગણી છે.

ભારતીય કિસાન સંઘ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયાનું કહેવું છે કે, આ વિકાસશીલ ગુજરાતની અંદર આવેલ GIDC ના ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગના વિસ્તરણ માટે દુરના વિસ્તારમાં જવું પડે છે. જેથી આજુ-બાજુમાં આવેલી જમીનોને ઉદ્યોગ ઝોનમાં ફેરવવામાં આવે તો ઉદ્યોગકારોને નજીકમાં જ જમીન મળી શકે. જેથી પોતાના ઉદ્યોગનું વિસ્તરણ કરી શકે.

Read About Weather here

ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા ટીમ તેમજ લોધિકા તાલુકા ટીમ તેમજ મેટોડા GIDC ની આજુ-બાજુની ખેડૂતો સાથે મળીને ઘણા સમયથી ગ્રીન ઝોનમાં પડેલી જમીનો તેઓની ખેતીની જમીનને ઉદ્યોગ ઝોનમાં મુકવા ખેડૂતોની આ માંગણી ઘણા વર્ષોથી પડતર છે. જે બાબત ધ્યાને લઇ જરૂરી કાર્યવાહી કરવા ભારતીય કિસાન સંઘે માંગ કરી હતી.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here