માણાવદરના દર્શન ચશ્મા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નિ:શૂલ્ક છત્રીનું વિતરણ કર્યું

માણાવદરના દર્શન ચશ્મા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નિ:શૂલ્ક છત્રીનું વિતરણ કર્યું
માણાવદરના દર્શન ચશ્મા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નિ:શૂલ્ક છત્રીનું વિતરણ કર્યું
આર્થિક સંપન્ન અને 25 શહેરોમાં પોતાની બ્રાન્ચો ધરાવતા દર્શન ચશ્મા ગ્રુપનું લક્ષ્ય ધન કમાવવું જ નહીં પણ એ ધન જરૂરિયાત પાછળ વાપરી પુણ્યનું ભાથું બાંધવાનું લક્ષ્ય સેવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

ચોમાસાની ઋતુમાં ગરીબ લોકો જ્યા પેટનુ પણ પૂરું કરી શકતા ન હોય ત્યાં 100 રૂપિયાની છત્રી ખરીદી ન શકે એવા વિચારે દર્શન ચશ્મા ગ્રુપે ઝુપડપટ્ટી વિસ્તારોમાં ફરીને દરેક ગરીબોને વિનામૂલ્યે છત્રીનું વિતરણ કર્યું છે.

દર્શન ચશ્મા ગ્રુપના એમ.ડી. બીપીન પટેલ પોતાના ધમધોકાર ચાલતાં ધંધાને પણ મૂકી સેવા તરફ લક્ષ્ય સેવી રહ્યા છે. તેમણે આ અગાઉ દરેકને મફત માસ્ક વિતરણ કર્યું હતું.

ઝૂંપડપટ્ટીના લોકોને ફૂટ પેકેટ પોતે જ ઝુપડે ઝુપડે ફરીને વેચ્યા હતા.સ્વચ્છતા અભિયાનને વેગ આપવા તેમણે શહેરમાં સ્વચ્છતાના બેનરો લગાવ્યા હતા અને લોકજાગૃતિ ઊભી કરી.

આ ગ્રુપ દ્વારા એક વિકલાંગ બાળકને પણ દત્તક લઈને સેવાનું મોટુ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગરીબોને બિસ્કીટ, ચોકલેટ, ફૂડ પેકેટનું વારંવાર વિતરણ કરવામાં આવી રહ્યું છે

નિસ્વાર્થ ભાવે કરેલી સેવા જ ધર્મનું સ્વરૂપ ધારણ કરી શકે છે એમ બીપીન પટેલ કહે છે ને ઉમેરે છે કે જો દેશમાં દરેક ધનવાનો ગરીબો પ્રત્યે સહાનુભુતિ બતાવતા થઈ જાય તો અને આવા સેવા ધર્મોનાં જીવનમાં અંગીકાર થઈ

Read About Weather here

શકે તો જ ઈશ્વરના ઋણમાંથી મુક્તિ મેળવી શકાય બીપીન પટેલના આવા સેવાકાર્યોથી જનતા ભારે પ્રભાવિત થઈ છે તેમના તરફથી આવી સેવાનો યજ્ઞ સતત ચાલુ રહે એવી અભ્યર્થના.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here