મનપા બજેટમાં સમાવિષ્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરતા મ્યુ.કમિશ્નર

મનપા બજેટમાં સમાવિષ્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરતા મ્યુ.કમિશ્નર
મનપા બજેટમાં સમાવિષ્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરતા મ્યુ.કમિશ્નર

આવાસ-પાઈપ લાઈન, ફાયરના સાધનો, આરોગ્ય કેન્દ્ર અને કોલ સેન્ટરનું અપગ્રેડેશન કરી ઝડપભેર કામગીરી કરવા સ્ટાફને સુચના

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં મહાનગરપાલિકાનાં નાણાંકીય વર્ષ 2021-2022નાં બજેટ સમાવવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ હાલ કયા તબક્કે છે તેની ચર્ચાવિચારણા કરવામાં આવી હતી અને તેની પ્રક્રિયા ઝડપભેર આગળ ધપાવવા સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી.

Subscribe Saurashtra Kranti here

આ બેઠકમાં મ્યુનિ. કમિશનરએ આવાસ યોજનાઓ, અગ્નિશમન સેવા વિસ્તૃતિકરણ માટે નવા વાહનો, નવા ભળેલા વિસ્તાર માટેની ડી.આઈ. પાઈપલાઈન, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર ડ્રેઈન, સ્ટ્રીટ લાઈટ સુવિધા, ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ, નવી લાઈબ્રેરી, આરોગ્ય કેન્દ્ર અને કોલ સેન્ટરનું અપગ્રેડેશન, મેગા વોટ સોલાર પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટ્સ અંગે પ્રાથમિક સ્તરીય પરામર્શ કર્યો હતો.

વિશેષમાં, હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે જે પ્રોજેક્ટ્સમાં સિવિલ વર્કસનું પ્રમાણ નહીવત છે, તેમજ તે પ્રોજેક્ટ્સની ટેન્ડર વગેરે જેવી વહીવટી કામગીરી કરવાની રહે છે તેની પ્રક્રિયા ત્વરિત હાથ ધરવા કમિશનરએ સૂચના આપેલ છે.

સાથોસાથ આ બેઠકમાં અપાયેલી સૂચના અનુસંધાને સંબંધિત તમામ શાખાધિકારીઓ દ્વારા થનાર પ્રક્રિયા અંગેનો વિસ્તૃત અહેવાલ આગામી સપ્તાહોમાં સમયાંતરે યોજાનાર બજેટ પ્રોજેક્ટ્સ અંગેની મીટિંગમાં મ્યુનિ. કમિશનર રિવ્યુ કરશે.

Read About Weather here

દરમ્યાન ગત બજેટનાં જે ચાલુ પ્રોજેક્ટ્સ વર્ષ 2021-22 ના બજેટમાં સામેલ કરવામાં આવ્યા છે તેની પણ મ્યુનિ. કમિશનરએ સમીક્ષા કરી હતી અને આ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here