મનપા આવાસોમાં ઘુસી ગયેલા કબ્જેદારો પર લેન્ડ ગ્રેબિંગનો દંડો ઉગામાશે

મનપા આવાસોમાં ઘુસી ગયેલા કબ્જેદારો પર લેન્ડ ગ્રેબિંગનો દંડો ઉગામાશે
મનપા આવાસોમાં ઘુસી ગયેલા કબ્જેદારો પર લેન્ડ ગ્રેબિંગનો દંડો ઉગામાશે

શહેરમાં વિવિધ સ્થળે મનપા રચિત આવાસોની મુલાકાત બાદ મ્યુ.કમિશનરનો સ્પષ્ટ આદેશ: મ્યુ.કમિશનર અરોરાએ અનેક વિસ્તારોમાં ગેરકાયદે લોકો ધુસી ગયાનું જોતા ચોકીંને કડક ફરમાન બહાર પાડયું

ગેરકાયદે ઘુસી ગયેલા તત્વોને નોટિસ આપી હાંકી કાઢો, ન નિકળે તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવા અમિત અરોરાની સૂચનાથી કબજેદાર તત્વોમાં ફફડાટ ફેંલાયો

રાજકોટ નગરપાલિકા હસ્તકના વિવિધ વિસ્તારમાં નિર્માણ પામેલા ગરીબ વર્ગ માટેના તૈયાર અને ખાલી પડેલા આવાસોમાં ધુસી ગયેલા અને ગેરકાયદે કબજો જમાવીને બેસી ગયેલા આસામીઓને તાત્કાલિક આવા આવાસોમાંથી હાંકી કાઠવા અને ન નિકળે તો લેન્ડગ્રેબીંગ કાયદા મુજબ કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા મ્યુ.કમિશનર અમિત અરોરાએ આજે મહત્વપુર્ણ અને નોંધપાત્ર આદેશ આપ્યો હતો.

શહેરના મનપા હસ્તકના વિવિધ આવાસોની મુલાકાત લીધા બાદ મ્યુ.કમિશનર અરોરાએ કડક હાથે કામ લેવાનું તંત્રને આદેશ આપતા ગેરકાયદે મકાનો પચાવી પાડનારા આસામીઓમાં ભારે ફફડાટની લાગણી પ્રસરી વળી છે.

મ્યુ.કમિશનર અરોરાએ વૃંદાવન સોસાયટીની પાછળ, કાલાવડ રોડ પર આવેલા અંબે આવાસ યોજના, રાજનગર સાધુ વાસવાણી રોડ પર આવેલી રાજીવ આવાસ યોજના, મારૂતી સર્વીસ સ્ટેશન પાછળ મોરબી રોડ પર આવેલ ક્રાંતીવિર ચંદ્રશેખર આઝાદ ટાઉન સીપ અને જકાત નાકા પાછળ આવેલ કુવાડવા રોડ પરની બીએસવીપી-2 આવાસ યોજનાની મુલાકાત લીધી હતી.

Read National News : Click Here

આ આવાસની ફાળવણી થઇ ન હોવાથી ગેરકાયદે તેમાં અનેક પરીવારો ધુસી ગયા છે. ચકાસણી દરમ્યાન મ્યુ.કમિશનરના ધ્યાનમાં આવતા તેઓ ચોકી ઉઠયા હતા અને આ તમામ ગેરકાયદે કબજો ધરાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુ.કમિશનરે સુચના આપી હતી.

ખાલી રહેલી તમામ આવાસ યોજનાઓમાં ગેરકાયદે કબજો કરનાર તત્વો સામે લેન્ડગ્રેબીંગ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા અને આરએમસી હસ્તકની આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસોની ચકાસણી ઝુંબેશ હાથ ધરવા મ્યુ.કમિશનર અરોરાએ આદેશ આપ્યો છે. એટલુ જ નહીં મનપાની તમામ આવાસ યોજનાઓમાં સ્વચ્છતા જાળવવાના પગલા પણ લેવા ટકોર કરી હતી.

મહાનગર પાલિકા દ્વારા બનતી આવાસ યોજનાઓ લોકોને ઘરનું ઘર મળી રહે એ માટે તૈયાર કરવામાં આવે છે અને જરૂરીયાતવાળા લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ તૈયાર આવાસોમાં ખાલી જોઇને ધુસી જતા તત્વો તેના પર ગેરકાયદે કબજો જમાવીને બેસી રહે છે અને યોજનાનું ગેરલાભ ઉઠાવી ખાલી મકાનો પચાવી પાડે છે.

Read About Weather here

આવાસોમાંથી ગેરકાયદે તત્વોને હાંકી કાઢવા અને કડક પગલા લેવા મ્યુ.કમિશનરે આદેશ આપતા મનપા તંત્ર હવે હરકતમાં આવ્યું છે. ગેરકાયદે આસામીઓને હાંકી કાઢવા માટે ટુંક સમયમાં જોરદાર ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ મુલાકાત દરમ્યાન મ્યુ.કમિશનરની સાથે નાયબ મ્યુ.કમિશનર એ.આર.સિંહ, ઇન્ચાર્જ આવાસ યોજનાના સીટી એન્જી. એસ.બી.છૈયા, પર્યાવરણ ઇજનેર નિલેષ પરમાર, પીએ(ટેક) ટુ કમિશનર રસીક રૈયાણી, ડે.એન્જી. પી.ટી. પટેલ, આસી. મેનેજર કૌશીક ઉનાવા અને નાયબ પર્યાવરણ ઇજનેર દિગવિજયસિંહ તુવર ખાસ ઉપસ્થિત રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here