મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા 19 મિલ્કતો સીલ, 107 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ

મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા 19 મિલ્કતો સીલ, 107 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ
મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા 19 મિલ્કતો સીલ, 107 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ

મહાનગરપાલિકાએ સપાટો બોલાવ્યો: રૂ.183.50 લાખની રિકવરી
સૌથી વધુ વોર્ડ નં.2 ના સરકારી યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.10 કરોડ રિકવર

મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખાએ આજે સપાટો બોલાવ્યો છે. 19 મિલ્કતો સીલ, 107 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ તથા રૂ.183.50 લાખની રિકવરી કરી છે. વેરા-વસુલાત શાખા દ્વારા 2021-22ની રિકવરી ઝુંબેશ અતંર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં વોર્ડ નં.1માં રૈયા ગામમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 72 હજારની રિકવરી. વોર્ડ નં.2માં કિસાનપરા ચોક પાસે આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 70 હજારની રિકવરી. સરકારી યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.10 કરોડ રિકવરી. વોર્ડ નં.6માં સંતકબીર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 60 હજારની રિકવરી.આજી ડેમ પાસે આવેલ ફ્લેટમાં સંપ કનેક્શનના બાકી માંગણા સામે કનેક્શન કપાતની કાર્યવાહી કરવાની કાર્યવાહી કરતાં રૂ. 3.60 લાખ રિકવરી. વોર્ડ નં.7માં કડિયા નવલાઈન વિસ્તારમાં આવેલ 1-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે

Visit Saurashtra Kranti Homepage here

તેમજ 2-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ 3-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. બાકી માંગણા સામે નળ કનેક્શન કપાતની કાર્યવાહી કરતાં રૂ. 1.72 લાખ રિકવરી. વોર્ડ નં- 13માં રાધેક્રિષ્ના નગરમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.1.36 લાખ રિકવરી. ગોંડલ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.43 લાખ રિકવરી. વોર્ડ નં.14માં કેનાલ રોડ પર આવેલ 4-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે. વોર્ડ નં.17માં હારીધવા રોડ પર આવેલ 2-રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.88 લાખ રિકવરી.

Read About Weather here

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here