ભારતની વધુ એક અસાધારણ લશ્કરી સિધ્ધી, ઘરઆંગણે બે આધુનિક યુધ્ધ જહાજોનું નિર્માણ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
લશ્કરી સરંજામનાં ઘરઆંગણે નિર્માણનાં ક્ષેત્રમાં ભારતે વિશ્ર્વને દંગ કરતી વધુ એક અસાધારણ અને મહાભવ્ય સિધ્ધી હાંસલ કરી છે. નૌકાદળ માટે ઘરઆંગણે જ નિર્માણ કરવામાં આવેલા બે આધુનિક અને શક્તિશાળી યુધ્ધ જહાજો આજે સંરક્ષણમંત્રી રાજનાથસિંઘે ભારતીય નૌકા સેનાને અર્પણ કર્યા હતા અને એક ઈતિહાસ રચાયો હતો. બંને જહાજોને અપાયેલા નામ પણ રસપ્રદ છે. એક યુધ્ધ જહાજનું નામ આઈએનએસ ‘સુરત’ તેમજ બીજા જહાજનું નામ આઈએનએસ ‘ઉદયગીરી’ એવા રાખવામાં આવ્યા છે. મુંબઈનાં મઝગાંવ ડોકયાર્ડ પર બંને યુધ્ધ જહાજો સંરક્ષણમંત્રીએ ભારતીય નૌકાદળને અર્પણ કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આઈએનએસ ‘સુરત’ એ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર કક્ષાનું યુધ્ધ જહાજ છે અને ‘ઉદયગીરી’ એ ફ્રીગેટ વર્ગનાં યુધ્ધ જહાજનો એકભાગ છે. બંને જહાજો આજે નૌકાદળનાં કાફલામાં જોડાયા હતા. જેનું નિર્માણ ઘરઆંગણે જ કરવામાં આવ્યું છે. 16 મી થી 18 મી સદી સુધી ગુજરાતનું સુરત શહેર દરિયાઈ અવરજવર અને શિપ બિલ્ડીંગનો લાંબો ગૌરવપૂર્ણ ઈતિહાસ ધરાવે છે. એટલે ગુજરાતનાં આ મહાનગર પરથી એક યુધ્ધ જહાજનું નામ રાખવામાં આવ્યું છે જે ગુજરાત માટે પણ ગૌરવની વાત છે.

ભારતનાં પી-17 એ લશ્કરી સરંજામ કાર્યક્રમ હેઠળ આધુનિક ટેકનોલોજી અને સરંજામ સાથે ભારતીય નૌકાદળની જરૂરિયાતને ધ્યાનમાં લઇ આવા 7 યુધ્ધ જહાજ બનાવવામાં આવી રહ્યા છે. જેનું નિર્માણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. બંને જહાજો નૌકાદળને અર્પણ કરતા સંરક્ષણમંત્રી રાજનાથસિંઘે જણાવ્યું હતું કે,

હિંદ અને પેસિફિક મહાસાગર વિસ્તારને મુક્ત, સુરક્ષિત અને સલામત રાખવા માટે નૌકાદળ પ્રયત્નશીલ છે. વિશ્વ આખા તેમજ ભારતનાં અર્થતંત્ર માટે હિંદ અને પ્રશાંત મહાસાગર બંને ખૂબ જ મહત્વના વિસ્તાર છે. એટલે આ વિસ્તારને સુરક્ષિત રાખવો એ નૌકાદળનું મુખ્ય ઉદેશ્ય છે.

સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, જો રાષ્ટ્રીય હિતોની સુરક્ષા કરવી હોય તો કોઈપણ દેશની લશ્કરી તાકાત તેના મુખ્ય સરહદથી દૂરનાં વિસ્તારો સુધી ફેલાઈ જવી જોઈએ. પ્રાદેશિક કે વિશ્ર્વસતા બનવા માટે શક્તિશાળી નૌકાદળ અત્યંત જરૂરી છે. એટલે ભારત મજબુત, સુરક્ષિત, સમૃધ્ધ ભારતની સરહદો જાળવવા નૌકાદળને વિશ્ર્વકક્ષાનું શક્તિશાળી બનાવવા પ્રયત્નશીલ છે.

Read About Weather here

આ બંને યુધ્ધ જહાજો ભારતની સ્વદેશી લશ્કરી સરંજામ નિર્માણની કાબેલીયતનું પ્રતિક છે. બંને જહાજો ખૂબ જ આધુનિક મિસાઈલથી સજ્જ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા સૂત્રને ભારત સાકાર કરી રહ્યું છે. હિંદમહાસાગરમાં એક જવાબદાર નૌકાશક્તિ તરીકે ભારત પોતાની ભૂમિકા પ્રસ્થાપિત કરવા માંગે છે. જેથી કરીને આ બંને મહાસાગરમાં કોઈ સીમા વિવાદો કે સંઘર્ષ સર્જાઈ નહીં.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here