ભગીરથ સોસાયટી પાસે 350 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ભગીરથ સોસાયટી પાસે 350 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો
ભગીરથ સોસાયટી પાસે 350 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો

સંત કબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટી પાસેથી એસ.ઓ.જી ની ટીમે ચોક્કસ બાતમીનાં આધારે ૩૫૦ ગ્રામ ગાંજો સાથે એક શખ્સને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ એસ.ઓ.જી નાં પી.એસ.આઈ એમ.એસ.અંસારી, કોન્સ્ટેબલ મહમદ અઝરુદીન, પ્રવિણસિંહ, સિરાજભાઈ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સંતકબીર રોડ પર આવેલા ભુદેશ્વર મહાદેવ મંદિરની સામે ભગીરથ સોસાયટી મેઈન રોડ પર હિતેશ મનસુખ વઘાસીયા (ઉ.વ.૩૧ રહે. મેંદરડા) નામના શખ્સને દબોચી લઇ તેની તલાસી લેતા તેના કબજામાંથી રૂ. ૩૫૦૦ ની કિંમતનો ૩૫૦ ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.