બ્રેકીંગ ન્યુઝ સોનું અને ચાંદીના ભાવમાં વધારો…!

બ્રેકીંગ ન્યુઝ સોનું અને ચાંદીના ભાવમાં વધારો...!
બ્રેકીંગ ન્યુઝ સોનું અને ચાંદીના ભાવમાં વધારો...!
આગામી દિવસોમાં પણ બંને દેશો વચ્ચે આ પ્રકારનો મુકાબલો ચાલશે, તો મોંઘવારીનો દર હજુ વધવાની શક્યતાને નકારી શકાય નહીં.બારડોલીના વેપારીઓના મતે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની અસર હવે ભારતના બજાર પર પણ જોવા મળી રહી છે, જેની ખાસ અસર જ્વેલર્સ અને ખાદ્યતેલ માર્કેટમાં જોવા મળે છે. સોનું અને ચાંદીમાં 3 હજારનો ઉછાડો થયો છે. એક સપ્તાહમાં ખાદ્ય તેલના ડબ્બે 180થી 240 સુધીનો ભાવ વધારો થયો છે. મગફળી તેલનો 15 કિલોનો ભાવ 2420 હતો. હાલ 2650 પર પહોંચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

કપાસિયા તેલનો 2400 ભાવ હતો, જે 2600 રૂપિયા અને મકાઈ તેલ 2410 હતો, જે 2610 પર પહોંચી ગયો છે. આવનારા દિવસોમાં હોળીનો તહેવાર નજીક હોય જેથી તેલના ભાવ હજુ વધવાની શકયતા જણાવી હતી. જો આ સ્થિતિનું નિર્માણ થાય તો, ગૃહિણીઓનું બજેટને માઠી અસર થશે.હાલ નજીકના દિવસોમાં લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. તે પહેલાં સોનાના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેની સીધી અસર માર્કેટમાં જોવા મળી રહી છે. છેલ્લા પંદર દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં 3000 રૂપિયાથી વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. અગાઉ સોનાનો ભાવ 49700 રૂપિયા જેટલો હતો, જે 2 માર્ચના રોજ 53000 પર પહોંચ્યો છે.ચાંદીના ભાવમાં પણ 3000નો ઉછાળો છે . 10 દિવસ પહેલા ચાંદી 65000 રૂપિયે કિલો હતું જે આજે 68000 રૂપિયે કિલો પહોંચી ગયું છે.

Read About Weather here

નિષ્ણાતોના મત મુજબ યુદ્ધની સ્થિતિ વણસે નહિ, તો ભાવ વધશે. આ ભાવ વધારાને કારણે જવેલર્સનો વેપારમાં અઠવાડિયામાં જ 20 થી 30 ટકાનો વેચાણમાં ઘટાડો થયો હોવાનું જવેલર્સ જણાવી રહ્યા છે.તેલ વેપારીનું માનવું છે કે પામની બનાવટો મોંઘી છે. આ કારણોસર કિંમતો વધી રહી છે. આ સ્થિતિ ભવિષ્યમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે. પામોલિન તેલનો ડબ્બો 1500 હતા, તે વધીને 2500 થઈ ગયા છે.બારડોલીના તેલ વેપારી પ્રતિકભાઈ શાહના જણાવ્યા મુજબ આ વખતે તેલના ભાવ લાંબા સમયથી લગભગ સ્થિર રહ્યા હતા. પરંતુ છેલ્લા 15 દિવસથી ભાવમાં ઉછાળો આવ્યો છે. ભાવ વધવાને કારણે માર્કેટમાં વેપાર ઓછો થયો છે. લગ્ન સીઝનમાં અસર જોવા મળશે. યુદ્ધ લંબાશે તો હજુ ભાવ વધશે. 22 કેરેટ સોનાના ભાવમાં 2 હજાર જેટલો વધારો થયો છે. રશિયા યુક્રેનની યુદ્ધની અસર કહી શકાય.રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ સોના-ચાંદીના ભાવમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here