બ્રેકીંગ ન્યુઝ સજ્જડ લોકડાઉની જાહેરાત

બ્રેકીંગ ન્યુઝ સજ્જડ લોકડાઉની જાહેરાત
બ્રેકીંગ ન્યુઝ સજ્જડ લોકડાઉની જાહેરાત
આ પોલિસી પ્રમાણે, ચીન પોતાના નાગરિકો પર ખૂબ જ કડક નિયમો લાગુ કરીને કોરોના પર કાબૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ડેલી મેઈલના રિપોર્ટ અનુસાર, ચીને મોટા પાયે ક્વોરન્ટીન કેમ્પસનું એક નેટવર્ક બનાવ્યું છે, જ્યાં હજારોની સંખ્યામાં મેટલ બોક્સ બનાવવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર દુનિયામાં પોતાનો કહેર મચાવ્યો છે. આ નવા વાઈરસના પ્રકોપના કારણે ચીનના અનયાંગ સહિત શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બે કરોડથી વધુ લોકો કડક લોકડાઉનની કેદમાં છે.

ચીનની ઝીરો કોવિડ પોલિસી પ્રમાણે, ખૂબ જ કડકાઈ વર્તાવવામાં આવી રહી છે.એમાં પ્રેગ્નટ મહિલાઓ, બાળકો સહિત તમામ લોકોને આઈસોલેટ કરવામાં આવે છે.મહામારીની શરૂઆતના સમયે વુહાન અને હુબેઈ પ્રાન્તના બીજા ભાગોને બંધ કર્યા બાદથી અત્યારસુધીનું સૌથી કડક લોકડાઉન છે.

અત્યારે શિયાનમાં આશરે સવા કરોડ લોકો અને યુઝ્હોઉમાં 10 લાખથી વધુ લોકો લોકડાઉનને કારણે કેદમાં છે.ઝીરો કોવિડ પોલિસી પ્રમાણે, ચીનમાં જે પ્રમાણેનું લોકડાઉન લગાવામાં આવ્યું છે એ અત્યારસુધીનું સૌથી કડક લોકડાઉન ગણવામાં આવી રહ્યું છે.

એમાં ક્રૂર પ્રતિબંધો લોકો પર થોપવામાં આવ્યા છે.રિપોર્ટ અનુસાર, કોરોનાના ડરને કારણે લોકોને મેટલના નાના બોક્સ જેવા રૂમમાં 2 અઠવાડિયા સુધી કેદ કરવામાં આવી રહ્યા છે. સુવિધાના નામે એમાં પથારી અને શૌચાલય છે.

ચીનના મીડિયાએ પોતે શિજિયાઝુઆંગ પ્રાંતમાં 108 એકરના ક્વોરન્ટીન કેમ્પસમાં હજારો લોકોને કેવી રીતે મૂકવામાં આવ્યા છે એની તસવીરો શેર કરી છે. આ કેમ્પસ સૌપ્રથમ જાન્યુઆરી 2021માં બનાવવામાં આવ્યા હતા.આ ક્વોરન્ટીન કેમ્પસ છોડનારા ઘણા લોકોએ તેમનો ખરાબ અનુભવ શેર કર્યો છે.

બીબીસીને એક વ્યક્તિએ કહ્યું, “અહીં કશું જ નથી, ફક્ત મૂળભૂત જરૂરિયાતો છે… અમને તપાસવા કોઈ આવ્યું નહીં, આ કેવું ક્વોરન્ટીન સેન્ટર છે? વૃદ્ધો અને બાળકોને પણ અહીં રાખવામાં આવ્યાં છે. બહાર નીકળવા પર માર મારવામાં આવે છે.

Read About Weather here

તેમણે કહ્યું હતું કે તેમની પાસે ઠંડા મેટલના બોક્સમાં ખૂબ જ ઓછું ભોજન આપવામાં આવે છે અને તેને પોતાનું ઘર છોડીને ક્વોરન્ટીન સેન્ટરમાં રહેવાની ફરજ પડી હતી. બસો દ્વારા લોકોને અહીં લાવવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here